ODI World Cup 2023: ભારત અને પાકિસ્તાનની ટીમો અમદાવાદમાં ODI વર્લ્ડ કપની સૌથી મોટી મેચ રમી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં વિરાટ કોહલી એક ભૂલને કારણે ચર્ચામાં આવ્યો હતો. કોહલીએ જર્સીને લઈને કરેલી ભૂલના કારણે ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં, વિરાટની જર્સીમાં થોડો તફાવત હતો, જેના પર તેણે ધ્યાન આપ્યું ન હતું, પરંતુ મેદાન પરના કોઈએ તેની તરફ ઈશારો કરતા જ વિરાટે ઓવર પૂરી થતા જ તેની જર્સી બદલી નાખી.
ખરેખર, ટીમ ઈન્ડિયાના જર્સીના સ્પોન્સર એડિડાસે ભારતીય ટીમ માટે બે અલગ-અલગ સ્ટાઈલની જર્સી બનાવી છે. એક જર્સીમાં, જર્સીના બંને ખભા પર મૂકવામાં આવેલી ત્રણ પટ્ટાઓ એ ભારતીય ધ્વજના ત્રણ રંગ છે, જેનો ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં ઉપયોગ કરી રહી છે, જ્યારે બીજી જર્સીમાં, બંને ખભા પર ત્રણ સફેદ પટ્ટીઓ છે. જે એડિડાસના લોગોથી પ્રેરિત દેખાય છે.
બસ વિરાટ આ જ ભૂલ કરી બેઠો. તેણે આ મેચ માટે ત્રણ સફેદ પટ્ટાઓવાળી આ જર્સી પહેરી હતી. શરૂઆતમાં કોઈએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું અને તે રાષ્ટ્રગીત દરમિયાન પણ આ જર્સીમાં ઉભો રહોયા હતો. પરંતુ મેચ શરૂ થયા બાદ જેવા જ સાથી ખેલાડીએ તેનું ધ્યાન આ સ્ટ્રીપ્સ તરફ દોર્યું તો વિરાટે પણ આશ્ચર્ય સાથે તેની તરફ જોયું અને બાદમાં ઓવર પૂરી થયા બાદ તેણે આ જર્સી બદલી નાખી.
આ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા શરૂઆતની ઓવરોમાં પોતાની સારી લયમાં ન દેખાઈ જેનો પાકિસ્તાની બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો અને પ્રથમ 8 ઓવરમાં 7 ચોગ્ગા ફટકારવામાં સફળ રહ્યા. જોકે, ઇનિંગ્સની 8મી ઓવરમાં મોહમ્મદ સિરાજે અબ્દુલ્લા શફીક (20)ને આઉટ કરીને ભારતને મેચની પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર બાદ હાર્દિકે ઈમામને આઉટ કર્યો હતો. ઈમામે 36 રન બનાવ્યા હતા.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial