IND vs PAK World Cup 2023 Wishes: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઇ વૉલ્ટેજ મુકાબલો રમાશે. ICC વર્લ્ડકપ 2023 05 ઓક્ટોબર 2023થી શરૂ થયો છે અને 19 નવેમ્બર 2023 સુધી ચાલશે. ભારત સહિત 10 દેશોની ટીમોએ ICC વર્લ્ડકપ 2023 ક્રિકેટના મહાકુંભમાં ભાગ લીધો છે, જે રાઉન્ડ રૉબિન ફોર્મેટ હેઠળ ગ્રુપ સ્ટેજમાં એકબીજાનો સામનો કરશે. આ પછી ટોચની 4 ટીમો જ સેમિફાઇનલમાં પહોંચશે.


ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપ 2023ની મેચમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા ભારતની ઓસ્ટ્રેલિયા સાથે 8 ઓક્ટોબર 2023ના રોજ મેચ હતી, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત મેળવી હતી. 12 ઓક્ટોબર, 2023 ના રોજ ભારતની અફઘાનિસ્તાન ટીમ સાથે મેચ હતી, જેમાં ભારત 8 વિકેટે જીત્યું હતું. હવે ભારતનો મુકાબલો 14 ઓક્ટોબર 2023ના રોજ પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે થવાનો છે.


આપણે બધા ભારતીયો ઈચ્છીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પહોંચે અને જીતે. વર્લ્ડકપ ટ્રોફી જીતવી એ દેશ માટે ગર્વની ક્ષણ હશે. ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન અને વિજય માટે તમે તમારા મિત્રો, નજીકના લોકો અને સંબંધીઓને આ શુભેચ્છા સંદેશ મોકલી શકો છો.


વર્લ્ડકપ 2023 શુભેચ્છા સંદેશ - 


વર્લ્ડકપ 2023 લેકર આના હૈ 
ઇન્તજાર કર રહા હે હિન્દુસ્તાન 
ભારતીય ક્રિકેટ ટીમ જિન્દાબાદ... 


યહ મેચ જીતકર તુમને 
સારે જગ મે ધૂમ મચાઇ હૈ, 
ઇસ મેચ મે કામયાબી મિલી જો તુમકો
ઉસકી તુમકો બહુત બહુત બધાઇ હૈ.


યે એક મેચ તો બસ શૂરૂઆત હૈ
તુમ્હે આગે સભી મેચ જીતતે જાના હૈ
હાસિલ કરને હૈ કઇ બડે લક્ષ્ય
બડી બડી ટીમો કો ધૂલ ચટાના હૈ
ભારતીય ટીમ કે બહુત બહુત બધાઇ.


વિરાટ લગાયેલા ફિર જોર
શોર કરેગા ભારત સારા
રોહિત કી કપ્તાની મે 
વર્લ્ડકપ હોગા હમારા


 


વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું નથી


ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019માં પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતીય ટીમ આ જીતનો સિલસિલો જારી રાખવા માંગશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ત્રીજી વખત પાકિસ્તાન સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ભારતે 1996 (બેંગલોર) અને 2011 (મોહાલી)માં જીત મેળવી હતી.