World Cup 2023: આજે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે ત્યારે આ ઐતિહાસિક મેચને નિહાળવા  પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ સ્ટેડિયમ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.


 






 


 






ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું


ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા ઈન ઈન્ડિયાના મુખ્ય કમિશનર  ફિલીપ ગ્રીન, રાજ્યના મુખ્ય સચિવ  રાજ કુમાર, લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંહ, ડિફેન્સ મંત્રાલયના એર વાઇસ માર્શલ એસ.શ્રીનિવાસન, મુખ્ય પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર  પ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમનું સ્વાગત કર્યું હતું.


 ગવર્નર અને સીએમ ભુપેદ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું


ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ સાથે નિહાળશે.


 






વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પધાર્યા ત્યારે એરપોર્ટ પર રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.  આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, મેજર જનરલ એસ.એસ વિર્ક, ચીફ પ્રોટોકોલ ઓફિસર  જ્વલંત ત્રિવેદી, કલેકટર  પ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.


શાહરૂખ ખાન ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો


આખો દેશ વર્લ્ડ કપ ફાઈનલને લઈને ઘણો ઉત્સાહિત છે. બોલિવૂડ સ્ટાર્સમાં આ સ્પર્ધાને લઈને અદભૂત ક્રેઝ છે. આ દરમિયાન શાહરૂખ ખાન પણ તેના  પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ ફોટા અને વીડિયોમાં કિંગ ખાન ઉપરાંત ગૌરી ખાન અને ત્રણેય બાળકો જોવા મળી રહ્યા છે.