ODI World Cup 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ચેપોકમાં ગઈકાલે રાત્રે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાને આ સ્થાન મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 52 બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું. આ મોટી જીત છતાં ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી જીતેલી ટીમોમાં સૌથી નીચે છે.
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. તમામ 10 ટીમોએ એક-એક મેચ રમી છે. પાંચ ટીમો જીતી છે અને પાંચ ટીમોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ વિજેતા યાદીમાં સામેલ છે પરંતુ અન્ય ચાર વિજેતા ટીમોની સરખામણીમાં તેનો વિજય માર્જિન ઓછો રહ્યો છે. આ જ કારણ છે કે તે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર છે.
જોકે, વર્લ્ડ કપની શરૂઆત જ થઈ છે. રાઉન્ડ-રોબિન તબક્કામાં તમામ ટીમોને 8-8 વધુ મેચ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાના છે. જાણો પાંચ મેચ બાદ વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કઈ સ્થિતિમાં છે...
ટીમ | મેચ | જીત | હાર | પોઈન્ટ્સ | નેટ રન રેટ |
ન્યૂઝીલેન્ડ | 1 | 1 | 0 | 2 | 2.149 |
દક્ષિણ આફ્રીકા | 1 | 1 | 0 | 2 | 2.040 |
પાકિસ્તાન | 1 | 1 | 0 | 2 | 1.620 |
બાંગ્લાદેશ | 1 | 1 | 0 | 2 | 1.438 |
ભારત | 1 | 1 | 0 | 2 | 0.883 |
ઓસ્ટ્રેલિયા | 1 | 0 | 1 | 0 | -0.883 |
અફઘાનિસ્તાન | 1 | 0 | 1 | 0 | -1.438 |
નેધરલેન્ડ્સ | 1 | 0 | 1 | 0 | -1.620 |
શ્રીલંકા | 1 | 0 | 1 | 0 | -2.040 |
ઇંગ્લેન્ડ | 1 | 0 | 1 | 0 | -2.149 |
અત્યાર સુધી આવા પરિણામો આવ્યા છે
વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે 82 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 81 રને હરાવ્યું હતું. ત્રીજી મેચમાં બાંગ્લાદેશે 92 બોલ બાકી રહેતા 6 વિકેટે જીત મેળવી હતી. ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું હતું. પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 52 બોલ બાકી રહેતા 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.