World Cup 2023: ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્ડર રવિન્દ્ર જાડેજા જેટલો ઝડપી અને ચપળ હશે. જાડેજાએ તેની કારકિર્દી દરમિયાન ઘણા અદ્ભુત કેચ પકડ્યા છે, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તેણ એવો સરળ કેચ છોડી દીધો જે અન્ય કોઈ દિવસે તેણે આંખો બંધ કરીને પણ પકડી લે. રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની મેચમાં જાડેજાએ રચિન રવિન્દ્રનો એક સરળ કેચ છોડ્યો, જેને જોઈને ધર્મશાલા સ્ટેડિયમમાં હાજર તેમના પત્ની રીવાબા જાડેજા આશ્ચર્યમાં પડી ગયા.


મામલો કિવી ઇનિંગ્સની 11મી ઓવરનો છે જ્યારે મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર રચિન રવિન્દ્રએ મિડ-ઓન તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર રચિને તેને સ્ક્વેર લેગ તરફ કટ કર્યો પરંતુ બોલ ત્યાં હાજર ફિલ્ડર જાડેજાના હાથમાં ગયો પરંતુ તે તેને પકડી શક્યો નહીં.


 






જાડેજા દ્વારા કેચ પડતો મુકાતા સ્ટેન્ડમાં બેઠેલા તેમના પત્ની રીવાબા ચોંકી ગયા હતા. જોકે બોલર મોહમ્મદ શમીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તે જાણતો હતો કે જાડેજા ભાગ્યે જ આવી ભૂલો કરે છે, તેથી તેણે તેના ફિલ્ડર પર ગુસ્સો કર્યો નહીં. હાલમાં રિવાબા ઉપરાંત ઘણા ક્રિકેટ ચાહકોએ આ ઘટના પર સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી છે.


 






મેચની શરૂઆતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે બે ફેરફારો કર્યા અને ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કર્યા. ન્યુઝીલેન્ડે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.




ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.










ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન

ડેવૉન કૉનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લૉકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.