World Cup 2023 Semi Final Team India: વર્લ્ડકપમાં અત્યારે મોટાભાગની ટીમોએ પોતાની ત્રણ ત્રણ મેચો રમી લીધી છે, આમાં ત્રણેય મેચો જીતનારી ટીમોમાં ભારતીય ટીમ સૌથી ટૉપ પર છે, ભારતે પોતાની પ્રથમ ત્રણેય મેચોમાં શાનદાર જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપનું સ્થાન હાંસલ કરી લીધુ છે. કેટલાક દિગ્ગજોના મતે ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની જીત માટે પ્રબળ દાવેદાર છે. જાણો હજુ ભારતીય ટીમનો કેવો રહેશે સફર, સેમિફાઇનલથી ફાઇનલ સુધી પહોંચવા આ છે પડકારો... 


વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે. મંગળવારે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે 15મી મેચ રમાશે. જો અત્યાર સુધીના પૉઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત ટોપ પર છે. તેણે ત્રણ મેચ રમી છે અને તે તમામ જીતી છે. જો ભારતીય ટીમ આવું જ પ્રદર્શન જાળવી રાખશે તો તેના માટે સેમિફાઇનલનો રસ્તો આસાન બની જશે. ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ પણ સેમિફાઇનલ માટે દાવેદારી નોંધાવી છે.


ટીમ ઇન્ડિયાએ શરૂઆતી મેચોમાં જીત નોંધાવી દાવો ઠોક્યો  -
ભારતે પ્રથમ ત્રણ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. જેમાંથી બે મેચ મોટી ટીમો સામે હતી. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી અફઘાનિસ્તાનનો 8 વિકેટે પરાજય થયો હતો. જ્યારે અમદાવાદમાં પાકિસ્તાનનો 7 વિકેટે પરાજય થયો હતો. ભારતે સળંગ ત્રણ મેચ જીતીને સેમિફાઇનલમાં જવાનો દાવો કર્યો છે.


સેમિફાઇનલમાં પહોંચવા ભારતને જીતવી પડશે આ મેચો 
ભારત ત્રણ ટીમો સામે હરીફાઈ કરી રહ્યું છે જેઓ ખતરનાક ફોર્મમાં છે અને તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડે તેની ત્રણેય મેચ જીતી છે. હવે તે ભારતનો સામનો કરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે મેચ રમાશે. આ પછી ભારત 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા સાથેની મેચ 5 નવેમ્બરે રમાશે. આ ત્રણેય મેચ ભારત માટે ઘણી મહત્વની રહેશે. તે તેમને જીતવા માટે જરૂરી રહેશે.


ભારતની સાથે આ ટીમો પણ સેમિફાઇનલ માટે દાવેદાર 
વર્લ્ડકપના વર્તમાન પૉઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડના 6 પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા ત્રીજા નંબર પર છે. તેણે બે મેચ રમી છે અને બંનેમાં મોટા માર્જિનથી જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાનો 134 રને પરાજય થયો હતો. આથી ભારતની સાથે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ સેમીફાઈનલના દાવેદાર છે.