Shah Rukh Khan With ICC World Cup Trophy: આગામી દિવસોમાં ક્રિકેટના મનોરંજનનો ડબલ ડૉઝ મળવા જઇ રહ્યો છે, ભારતીય ફેન્સ માટે પહેલા એશિયા કપ અને બાદમાં વર્લ્ડકપ 2023ની મજા માણવાનો લ્હાવો મળી રહશે. ક્રિકેટ અને બૉલીવુડ વચ્ચે હંમેશા કોઈ ને કોઈ સંબંધ રહ્યો છે. બંનેના આ સંબંધે હંમેશા ફેન્સનો રોમાંચ વધાર્યો છે. આ વખતે વનડે વર્લ્ડકપ 2023ની યજમાની ભારત કરી રહ્યું છે, આ પહેલા બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન વર્લ્ડકપ ટ્રૉફી સાથે જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનની આ તસવીર અત્યારે સોશ્લલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
બુધવારની રાત્રે (19 જુલાઈ) આઈસીસીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વર્લ્ડકપ ટ્રૉફી સાથે શાહરૂખ ખાનની એક તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં શાહરૂખ ખાન વર્લ્ડકપની ટ્રૉફીને ખૂબ જ ક્યૂટ અંદાજમાં જોતો જોવા મળી રહ્યો છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, "આ લગભગ આ જ છે..." આ વખતે ટીમ ઈન્ડિયા 1983 અને 2011 પછી ત્રીજો વનડે વર્લ્ડકપ ટાઈટલ જીતવા ઈચ્છશે.
ફેન્સે આપ્યા એવા રિએક્શન્સ -
આ તસવીર પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, "મેં તને ખૂબ પ્રેમ કર્યો છે." અન્ય એક યૂઝરે લખ્યું, "જો શાહરૂખ ખાન 2023માં પુનરાગમન કરી શકે છે, તો અમારો કિંગ અને ટીમ ઈન્ડિયા પુનરાગમન કરી શકે છે અને વર્લ્ડકપ જીતી શકે છે." તેવી જ રીતે લોકોએ આ પૉસ્ટ પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
5 ઓક્ટોબરે શરૂ થશે વનડે વર્લ્ડકપ -
મેગા ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
વર્લ્ડકપમાં કુલ 10 ટીમો ભાગ લશે, વળી આખી ટૂર્નામેન્ટમાં કુલ 10 સ્થળો પર રમાશે, મેગા ઇવેન્ટમાં કુલ 48 મેચો રમાશે, જે 46 દિવસની અંદર રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઇમાં રમશે.
10 સ્થળોમાં અમદાવાદ, ચેન્નાઈ, બેંગ્લોર, દિલ્હી, ધર્મશાલા, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે પ્રેક્ટિસ મેચો હૈદરાબાદની સાથે ગોવાહાટી અને તિરુવનંતપુરમમાં રમાશે. વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની શાનદાર મેચ 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળશે.