ICC ODI World Cup 2023 Australia vs Afghanistan 2023: વનડે વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે કાંગારૂ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. હવે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે.
ભારત ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. સાઉથ આફ્રિકા પણ 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
મેક્સવેલે બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ
ગ્લેન મેક્સવેલ ODI મેચમાં રનનો પીછો કરતી વખતે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અગાઉ, વનડે રન ચેઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાનના નામે હતો, જેણે 2021માં દક્ષિણ આફ્રિકા સામે લક્ષ્યનો પીછો કરતી વખતે 193 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ સ્કોર બનાવવાનો અગાઉનો રેકોર્ડ ઈંગ્લેન્ડના એન્ડ્રુ સ્ટ્રોસના નામે હતો, જેણે 2011ની ટૂર્નામેન્ટમાં ભારત સામેની મેચમાં 158 રન બનાવ્યા હતા.
ODI રન ચેઝમાં સર્વોચ્ચ સ્કોર...
201* - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ અફઘાનિસ્તાન, મુંબઈ, 2023 વર્લ્ડ કપ193 - ફખર ઝમાન (પાકિસ્તાન) વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2021185* - શેન વોટસન (ઓસ્ટ્રેલિયા) વિ બાંગ્લાદેશ, મીરપુર, 2011183* - એમએસ ધોની (ભારત) વિ શ્રીલંકા, જયપુર, 2005183 - વિરાટ કોહલી (ભારત) વિ. પાકિસ્તાન, મીરપુર, 2012
દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તૂટી ગયો
અફઘાનિસ્તાન સામેની મેચમાં મેક્સવેલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ નંબર પર બેવડી સદી ફટકારીને તેણે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો. કપિલ દેવે 1983માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં 175* રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ હવે તેના અણનમ 201* રન સાથે, ODIમાં છઠ્ઠા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે નોંધાયેલો છે.
વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
237* - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) વિ વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015215 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) વિ ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015201* - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) વિ અફઘાનિસ્તાન, મુંબઈ, 2023* 188* - ગેરી કર્સ્ટન (દક્ષિણ આફ્રિકા) વિરુદ્ધ UAE, રાવલપિંડી, 1996183 - સૌરવ ગાંગુલી (ભારત) વિ. શ્રીલંકા, ટોન્ટન, 1999.