World Cup 2023 Points Table Update: 2023 વનડે વર્લ્ડકપ અફઘાનિસ્તાન માટે અત્યાર સુધી ખુબ જ ઐતિહાસિક રહ્યો છે. ટીમે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલેન્ડને 7 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની ચોથી જીત મેળવી હતી. આ જીત સાથે અફઘાનિસ્તાન પૉઈન્ટ ટેબલમાં અપસેટ સર્જી પાંચમા સ્થાને આવી ગયું છે, જ્યાં અગાઉ પાકિસ્તાન હતું. 4 જીત બાદ અફઘાન ટીમના ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની બરાબરી પર 8 પૉઈન્ટ છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ 10માં નંબર પર છે, ટીમ માટે આ વર્લ્ડકપ સારો રહ્યો નથી.
અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાં 7 મેચ રમ્યું છે, જેમાં ટીમે 4માં જીત મેળવી છે. જ્યારે અફઘાનિસ્તાનથી નીચે છઠ્ઠા ક્રમે રહેલા પાકિસ્તાને સાતમાંથી ત્રણ મેચ જીતી છે. આવી સ્થિતિમાં અફઘાન ટીમ આગામી મેચ જીતીને સેમીફાઈનલમાં જવાની પ્રબળ દાવેદાર બની શકે છે અને પાકિસ્તાનનું પત્તું સંપૂર્ણપણે કપાઈ શકે છે.
ટૉપ-4માં નથી કોઇ ફેરફાર
ટોપ-4માં યજમાન ભારત 14 પૉઈન્ટ સાથે પ્રથમ સેમીફાઈનલ બનીને ટોચના સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકા 12 પૉઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ 8-8 પોઈન્ટ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા સારો છે, જેના કારણે તે કિવી ટીમથી ઉપર છે. ચોથા ક્રમે રહેલી ન્યૂઝીલેન્ડ તેની આગામી મેચ છઠ્ઠા ક્રમે રહેલા પાકિસ્તાન સામે રમશે.
બાકી ટીમોની આવી છે સ્થિતિ
ટોપ-4થી આગળ અફઘાનિસ્તાન 8 પૉઈન્ટ અને નેગેટિવ -0.330ના નેટ રન રેટ સાથે પાંચમા સ્થાને દેખાય છે. આ પછી, પાકિસ્તાન 6 પોઈન્ટ અને નેગેટીવ -0.024ના નેટ રનરેટ સાથે છઠ્ઠા, શ્રીલંકા 4 પોઈન્ટ અને નેટ રનરેટ -1.162 સાથે સાતમા ક્રમે, નેધરલેન્ડ 4 પોઈન્ટ અને નેટ રનરેટ -1.398 સાથે આઠમા ક્રમે છે, બાંગ્લાદેશ નવમા ક્રમે છે. અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાને બીજો મોટો ફટકો, અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો આ સ્ટાર ખેલાડી
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડ્યો. ઓલરાઉન્ડર ખેલાડી મિશેલ માર્શ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. માર્શ વર્લ્ડ કપ 2023માંથી અનિશ્ચિત સમય માટે બહાર છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પોતે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. લખ્યું, "ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચ માર્શ અંગત કારણોસર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ઘરે પરત ફર્યો છે. ટીમમાં તેની વાપસીની સમયરેખા કન્ફર્મ થવાની છે." અમે તમને જણાવી દઈએ કે માર્શની ગેરહાજરી ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે ચૂકી જશે કારણ કે પાંચ વખતની ચેમ્પિયન્સે બે પરાજય બાદ તેમના અભિયાનને પુનર્જીવિત કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની આગામી મેચ 4 નવેમ્બરે રમવાનું છે. ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે આ મેચમાંથી પહેલા જ બહાર છે.
માર્શે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિકેટ લેવાની સાથે 225 રન બનાવ્યા છે. તેણે લખનૌમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી. જ્યારે આ પછી તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે 121 રન બનાવ્યા હતા. માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો હિસ્સો છે અને સેમીફાઈનલ પહેલા તેની વિદાય ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 6 મેચમાં 413 રન બનાવ્યા છે. વોર્નર આ વર્લ્ડ કપમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જો બોલિંગની વાત કરીએ તો એડમ ઝમ્પાએ અસરકારક પ્રદર્શન કર્યું છે. ઝમ્પાએ 6 મેચમાં 16 વિકેટ લીધી છે. સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં તે હાલમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને 4 મેચ જીતી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ બાદ અફઘાનિસ્તાનને હરાવવું પડશે. આ પછી તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે.
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. ટીમે 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાના 8 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે.