World Cup Qualifiers 2023 Points Table: આગામી 18 જૂનથી ઝિમ્બાબ્વેમાં 2023ના વનડે વર્લ્ડકપની ક્વૉલિફાયર મેચો રમાશે. વનડે વર્લ્ડકપમાં બાકીના બે સ્થાનો માટે 10 ટીમો વચ્ચે જંગ જામશે. હવે આમાંથી ચાર ટીમોનું વર્લ્ડકપમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. યજમાન ટીમોએ શનિવારે ઝિમ્બાબ્વેમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને પૉઈન્ટ ટેબલને પુરેપુરુ બદલી નાખ્યું છે. 


અત્યાર સુધી ઓફિશિયલ રીતે નેપાળ, યૂનાઇટેડ સ્ટેટ્સ અને UAEની ટીમો વર્લ્ડકપના સુપર-10માં પહોંચવાની રેસમાંથી બહાર છે. જોકે, આયર્લેન્ડ પણ પોતાની પ્રથમ બે મેચ હારી ગયું છે. આજે તેની ટક્કર શ્રીલંકા સાથે થશે. જો આયર્લેન્ડ આજે હારી જશે તો તે પણ વનડે વર્લ્ડકપની મુખ્ય સ્પર્ધામાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ જશે.


પૉઇન્ટ ટેબલની તાજા સ્થિતિ - 
ઉલ્લેખનીય છે કે, ક્વૉલિફાયર રાઉન્ડમાં 10 ટીમોને બે ગૃપમાં વહેંચવામાં આવી છે. ગૃપ Aમાંથી ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સુપર-6 માટે ક્વૉલિફાય થઈ ગયા છે. વળી, ગૃપ બીની કોઈપણ ટીમ સુપર-6માં પહોંચી શકી નથી. જોકે, શ્રીલંકા, ઓમાન અને સ્કૉટલેન્ડ પાસે સુપર-6માં સ્થાન મેળવવાના બેસ્ટ ચાન્સ છે.


ટૉપ -2 ટીમો કરશે મેન ઇવેન્ટમાં ક્વૉલિફાય - 
2023 વનડે વર્લ્ડકપ 10 ટીમો વચ્ચે રમાશે. આ માટે આઠ ટીમો સીધી ક્વૉલિફાય થઈ છે, અને છેલ્લી બે ટીમો ક્વૉલિફાઈંગ રાઉન્ડમાંથી પહોંચશે.


આ આઠ ટીમોએ કર્યુ સીધું ક્વૉલિફાય - 
યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 વનડે વર્લ્ડકપ માટે સીધા ક્વૉલિફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વૉલિફાયર રાઉન્ડમાંથી આવશે. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં મેઇન ઈવેન્ટ રમાશે. ઘરઆંગણે રમવાને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં ફેવરિટ ટીમ તરીકે ઉતરશે.


 


 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial