WPL, MUM vs GUJ Women’s Premier League 2023 : મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે હતો.  આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈની ટીમ પોતાની પાંચેય મેચ જીતીને ટોપ પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ચોથા સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. 


મહિલા  પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ સતત પાંચમી જીત હતી. 


ગુજરાતની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સ આ હાર સાથે પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. ગુજરાત તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સ્નેહ રાણાએ 20 રન કર્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ નેતાલી સીવર અને હેલી મેથ્યૂઝે 3-3 વિકેટ ઝડપી હતી.


મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ કેપ્ટન હરમનપ્રીત કૌરે 51 રન બનાવ્યા હતા. તો યાસ્તિકા ભાટિયાએ 44 રન કર્યા હતા. મુંબઈની ટીમ એક તબક્કે ફરી મોટો સ્કોર બનાવશે તેવું સાગતું હતું. પણ હરલીન દેઓલે એખ શાનદાર ડાયરેક્ટ થ્રો અને અદભુત કેચ કરતા, મુંબઈની ટીમ 162 રન સુધી સીમિત રહી શકી હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે 3 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણા, કીમ ગાર્થ અને તનુજા કંવરે 1-1 વિકેટ લીધી હતી.



ગુજરાત જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન-


ગુજરાત જાયન્ટ્સ (GG): સ્નેહ રાણા (કેપ્ટન), સોફિયા ડંકલી, હરલીન દેઓલ, સબ્બિનેની મેઘના, સુષ્મા વર્મા (વિકેટકીપર), દયાલન હેમલતા, તનુજા કંવર, એનાબેલ સધરલેન્ડ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર અને કીમ ગાર્થ.


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન


મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર/પૂજા વસ્ત્રાકર, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતિમની કલિતા અને સાઇકા ઈશાક.