UPW-W vs GG-W: યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સન વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં યૂપી વોરિયર્સની 3 વિકેટથી શાનદાર જીત થઈ છે. ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ 20મી ઓવરના પાંચમા બોલ પર જીત મેળવી હતી. હેરિસે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. યુપી તરફથી હેરિસે 26 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
રોમાંચક મુકાબલમાં યૂપીની 3 વિકેટથી શાનદાર જીત
યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સના મુકાબલમાં યૂપીની 3 વિકેટથી શાનદાર જીત થઈ છે. આ રોમાંચક મુકાબલમાં ગુજરાત જીત મેળવે તેવુ લાગીી રહ્યું હતું પરંતુ યૂપી વોરિયર્સની ટીમે શાનદાર રમત રમી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને યૂપીની ટીમે 1 બોલ બાકી રહેલા 7 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યો હતો. યૂપી તરફથી ગ્રેસ હેરિસ 59 રન બનાવી નોટ આઉટ રહી હતી.સોફી પણ 22 રન બનાવી નોટઆઉટ રહી હતી. કિરણે 53 રનનું યોગદાન આપ્યું હતું.
કિમ ગાર્થની શાનદાર બોલિંગ છતાં ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો હતો
ગુજરાત જાયન્ટ્સ તરફથી ગ્રેસ હેરિસ સિવાય કિરણ નવગીરે 43 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય ગ્રેસ હેરિસે 19 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી. સાથે જ ગુજરાત જાયન્ટ્સ માટે કિમ ગાર્થે સારી બોલિંગ કરી હતી. કિમ ગાર્થીએ 4 ઓવરમાં 36 રન આપીને 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય એનાબેલ સધરલેન્ડ અને માનસી જોશીને 1-1 સફળતા મળી હતી.
મેચનો હાલ આવો રહ્યો હતો
પહેલા ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 169 રન બનાવ્યા હતા. આ રીતે યુપી વોરિયર્સને મેચ જીતવા માટે 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ગુજરાત જાયન્ટ્સ માટે હરલીન દેઓલે 32 બોલમાં સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય એશ્લે ગાર્ડનર, સબીનેની મેઘના અને દયાલન હેમલતાએ અનુક્રમે 25, 24 અને 21 રન બનાવ્યા છે. યુપી વોરિયર્સના બોલરોની વાત કરીએ તો દીપ્તિ શર્મા અને સોફી એસ્કેલ્ટનને 2-2થી સફળતા મળી હતી. જ્યારે અંજલિ સરવાણી અને તાહિલા મેકગ્રાએ 1-1 વિકેટ લીધી હતી.