WPL 2026: ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલા પ્રીમિયર લીગ (WPL) હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી બની. 'રાઇટ ટુ મેચ' કાર્ડનો ઉપયોગ કરીને UP વોરિયર્સે તેને ₹3.2 કરોડ માં ખરીદી. આનાથી તે WPL હરાજીના ઇતિહાસમાં બીજી સૌથી મોંઘી ખેલાડી બની ગઈ. તે WPL ઇતિહાસમાં સ્મૃતિ મંધાના પછી બીજી સૌથી મોંઘી ભારતીય ખેલાડી છે, જેને તેના કરતા 20 લાખ વધુ મળ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સે ન્યુઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર અમેલિયા કરને ₹3 કરોડમાં ખરીદી. કર 2023 અને 2025 IPL ટાઇટલ જીતનાર મુંબઈ ટીમનો ભાગ હતી. તે ગયા વર્ષે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી.
બીજી બાજુ, UP વોરિયર્સે અનુભવી ઓલરાઉન્ડર શિખા પાંડે પર વિશ્વાસ મૂક્યો અને ₹2.4 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી. આ દરમિયાન, ભારતની લેગ-સ્પિનર શ્રી ચરણીને દિલ્હી કેપિટલ્સે ₹1.3 કરોડમાં ખરીદી, જે તેની મૂળ કિંમત 30 લાખ કરતાં ઘણી વધારે છે. ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગને યૂપી વોરિયર્સે 90 લાખમાં ખરીદી, જ્યારે ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇનને ગુજરાત ટાઇટન્સે ₹2 કરોડમાં ખરીદી. હરાજીમાં બધી ટીમોએ પ્રભાવશાળી ખરીદી કરી. ચાલો હરાજી પછી બધી ટીમોની સ્ક્વોડ પર એક નજર કરીએ...
WPL 2026 મેગા ઓક્શનમાં સૌથી મોંઘી વેચાયેલા ખેલાડી
દીપતી શર્મા - ₹3.2 કરોડ (UPW)અમેલિયા કેર - ₹3 કરોડ (MI)શિખા પાંડે - ₹2.4 કરોડ (UPW)સોફી ડિવાઇન - ₹2 કરોડ (GG)મેગ લેનિંગ - ₹1.90 કરોડ (UPW)શ્રી ચારણી - ₹1.30 કરોડ (DC)ચિનેલ હેનરી - ₹1.30 કરોડ (DC)ફોબે લિચફિલ્ડ - ₹1.20 કરોડ (UPW)લૌરા વોલ્વાર્ડ્ટ - ₹1.10 કરોડ (DC)આશા શોભના - ₹1.10 કરોડ (UPW)
તમામ ટીમોની ફૂલ સ્ક્વોડ અહીં જુઓ
દિલ્હી કેપિટલ્સ: શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, જેમિમા રોડ્રિગ્સ, મારિઝાન કૈપ, શ્રી ચરણી, ચિનેલ હેનરી, લૌરા વોલ્વાર્ડ્ટ, નિકી પ્રસાદ, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, લિઝેલ લી, દિયા યાદવ, મમતા મદિવાલા, નંદની શર્મા, લ્યુસી હેમિલ્ટન, મિન્નુ મણિ
ગુજરાત જાયન્ટ્સ: એશ્લે ગાર્ડનર, બેથ મૂની, સોફી ડિવાઇન, જ્યોર્જિયા વેયરહમ, ભારતી ફુલમાલી, કાશ્વી ગૌતમ, રેણુકા સિંહ, યાસ્તિકા ભાટિયા, અનુષ્કા શર્મા, તનુજા કંવર, કનિકા આહુજા, ટિટસ સાધુ, હેપ્પી કુમારી, કિમ ગાર્થ, શિવાની સિંહ, ડેનિયલ વાયટ-હોજ, રાજેશ્વરી ગાયકવાડ, આયુષી સોની.
મુંબઈ ઈન્ડિયન્સ: નેટ સાઈવર-બ્રન્ટ, અમેલિયા કેર, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર, સજીવન સજના, શબનમ ઈસ્માઈલ, ગુનાલન કુલકર્ણી, નિકોલા કૈરી, સંસ્કૃતિ ગુપ્તા, રાહિલ ફિરદૌસ, પૂનમ ખેમનાર, ત્રિવેણી વશિષ્ઠ, નલ્લા રેડ્ડી, સાઈકા ઈશાક, મિલી ઈલિંગવર્થ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના, ઋચા ઘોષ, એલિસ પેરી, લોરેન બેલ, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, નાદીન ડી ક્લાર્ક, શ્રેયંકા પાટિલ, જ્યોર્જિયા વોલ, લિન્સે સ્મિથ, પ્રેમા રાવત, ગૌતમી નાઈક, પ્રથ્યોષા કુમાર, દયાન હેમલતા.
UP વોરિયર્સ: દીપ્તિ શર્મા, શિખા પાંડે, મેગ લૈનિંગ, ફોએબે લિચફિલ્ડ, આશા સોભના, સોફી એક્લેસ્ટોન, ડિએન્ડ્રા ડોટિન, કિરણ નવગિરે, ક્રાંતિ ગૌડ, શ્વેતા સેહરાવત, હરલીન દેઓલ, ક્લો ટ્રાયન, સુમન મીના, સિમરન શેખ, જી ત્રિશા, પ્રતીક રાવલ.