WPL 2023 Auction, UP Warriorz Team: વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023 ઓક્શન) માટેની હરાજી મુંબઈમાં યોજાઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ 87 ખેલાડીઓ પર 59.5 કરોડ રૂપિયા ખર્ચીને પ્રથમ WPL હરાજી સમાપ્ત કરી. બીસીસીઆઈએ હરાજી માટે 448 ખેલાડીઓને પસંદ કર્યા હતા, જેમાં 270 ભારતીયોનો સમાવેશ થાય છે. ભારતીય વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના શરુઆતમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે હરાજીમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા રૂ. 3.40 કરોડમાં ખરીદી હતી. તો હવે બધી ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. યૂપીની ટીમનું પણ ચિત્ર સામે આવી ગયું છે.
યુપીએ તેની ટીમ માટે કુલ 16 ખરીદ્યા. હવે ટીમમાં માત્ર 2 ખેલાડીઓનો સ્લોટ બચ્યો છે. આ સ્લોટ ભારતીય ખેલાડીઓ માટે ખાલી છે. ટીમે તમામ 6 વિદેશી ખેલાડીઓને ખરીદ્યા છે. ફ્રેન્ચાઇઝીએ 16 ખેલાડીઓને ખરીદવામાં તેની સંપૂર્ણ કિંમતનું રોકાણ કર્યું છે. હવે તેની પાસે પૈસા બચ્યા નથી.
યુપી વોરિયર્સની આખી ટીમ
દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા, શબનીમ ઈસ્માઈલ, એલિસા હીલી (wk), અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શ્વેતા સેહરાવત, પાર્શ્વી ચોપરા, એસ યશશ્રી, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ, દેવિકા વૈદ્ય, લોરેન બેલ, સિમરન શેખ.
હરાજીમાં ટોપ 5 સૌથી મોંઘી ખેલાડીઓમાં 3 ભારતીય
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે યોજાયેલી હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી બની છે. આ યાદીમાં ટોપ ફાઈવમાં 3 ભારતીય ખેલાડીઓ છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની હરાજી પૂરી થઈ ગઈ છે. આમાં કુલ 87 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. હરાજીની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના રહી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ટોચની 5 સૌથી મોંઘી ખેલાડીઓની યાદીમાં મંધાનાની સાથે અન્ય 2 ભારતીય ખેલાડી પણ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાની એક ખેલાડી છે.
મંધાના ટીમ ઈન્ડિયાની અનુભવી બેટ્સમેન છે. તેને બેઝ પ્રાઈસ કરતા ઘણી વધારે ચૂકવીને ખરીદવામાં આવી છે. RCBએ IPLમાં વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તે જ સમયે, મહિલા પ્રીમિયર લીગમાં મંધાનાનો સમાવેશ કરીને ચાહકોને ખુશ કર્યા હતા.
એશ્લે ગાર્ડનર વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજા નંબરની સૌથી મોંઘી ખેલાડી હતી. ઓસ્ટ્રેલિયાની ખેલાડી ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડમાં ખરીદી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
હરાજી દરમિયાન ઈંગ્લેન્ડની ખેલાડી નતાલી સાયવર પણ ચર્ચામાં રહી હતી. તે પણ ખૂબ મોંઘી વેચાઈ હતી. ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર સાઈવરને 3.20 કરોડમાં ખરીદવામાં આવી હતી.
ભારતીય ખેલાડી દીપ્તિ શર્માએ પણ હરાજીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિપ્તીને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે ઓલરાઉન્ડર છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
દિલ્હી કેપિટલ્સે જેમિમા રોડ્રિગ્સ પર મોટો દાવ લગાવ્યો હતો. ટીમે તેને 2.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જેમિમાએ હાલમાં જ મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી છે.