Womens IPL Auction 2023: વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023 ઓક્શન) માટેની હરાજી મુંબઈમાં યોજાઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ 87 ખેલાડીઓ પર 59.5 કરોડ રૂપિયા ખર્ચીને પ્રથમ WPL હરાજી સમાપ્ત કરી. બીસીસીઆઈએ હરાજી માટે 448 ખેલાડીઓને પસંદ કર્યા હતા, જેમાં 270 ભારતીયોનો સમાવેશ થાય છે. ભારતીય વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના શરુઆતમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે હરાજીમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા રૂ. 3.40 કરોડમાં ખરીદી હતી. તો હવે બધી ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાત જાયન્ટ્સની ટીમનું પણ ચિત્ર સામે આવી ગયું છે.


ગુજરાત જાયન્ટ્સની ટીમ


ડંકલી, મેઘના, મૂની, ગાર્ડનર, હરલીન દેઓલ, ડોટીન, અન્નાબેલ, સ્નેહ રાણા, વેરહેમ, માનસી, હેમલતા, મોનિકા પટેલ, તનુજા કંવર, સુષ્મા વર્મા, હર્લી ગાલા, અશ્વની કુમારી, પારુણિકા સિસોદિયા, શબનમ શકીલ


જેમિમા રોડ્રિગ્ઝની લાગી લોટરી


 T-20 વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને હરાવનાર જેમિમા રોડ્રિગ્ઝ પર પૈસાનો વરસાદ થયો છે. તેને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદી છે. જેમિમાએ રવિવારે રમાયેલી પાકિસ્તાન સામે મેચમાં 53 રનની ઈનિંગ રમી હતી. આ સાથે ભારતે મહિલા ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરુઆત કરી હતી.


અશ્લે ગાર્ડનર કરોડપતિ બની ગઈ


 વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં એક બાદ એક ખેલાડી કરોડપતિ બની રહી છે. પહેલા સ્મૃતિ અને હરમન બાદ હવે ઓસ્ટ્રલીયાની અશ્લે ગાર્ડનર કરોડપતિ બની ગઈ છે.  અશ્લે ગાર્ડનરને ગુજરાત ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડમાં ખરીદી છે. તમને જણાવી દઈએ કે, અશ્લે ગાર્ડનની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા હતી.



મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2:30 વાગ્યે યોજાશે.











હરાજીમાં સૌથી વધુ ઓલરાઉન્ડર

આ હરાજીમાં ઓલરાઉન્ડરોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના 127 ઓલરાઉન્ડર અને 73 વિદેશથી આ હરાજીમાં ભાગ લેશે. આ પછી બોલરોનો નંબર આવે છે. ભારતના 51 બોલરો અને વિદેશના 42 બોલરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં ભારતના 42 ખેલાડીઓ અને વિદેશના 29 ખેલાડીઓ અને વિકેટકીપર્સમાં ભારતના 26 અને વિદેશના 19 ખેલાડીઓનું નામ હરાજીની યાદીમાં છે.