આ મેચમાં રિદ્ધિમાન સાહાએ સનરાઈઝર્સ માટે 45 બોલમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી. આ ઇનિંગ માટે તેના ટ્વીટર પર ખૂબ વખાણ થયા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
સાહાની શાનાદર ઇનિંગ બાદ ટ્વીટર પર તેના ખૂબ વખાઈ થઈ રહ્યા છે. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, આકાશ ચોપરા, શ્રીકાંત સહિતના દિગ્ગજ ક્રિેકટરોએ સાહાના વખાણ કરતાં ટ્વિટ કર્યા હતા.
આઈપીએલમાં આ સાહાની 7મી હાફ સેન્ચુરી હતી અને હૈદ્રાબાદ તરફથી દિલ્હી વિરૂદ્ધ તેણે ચોથો મોટો સ્કોર બનાવ્યો.
રિદ્ધિમાન સાહાએ આ મેચમાં પ્રથમ વિકેટ માટે ડેવિડ વોર્નર સાથે મળીને 107 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત આપી. વોર્નર આઉટ થાય બાદ મનીષ પાંડે સાથે મળીને બીજી વિકેટ માટે સાહાએ 63 રનની ભાગીદારી કરી અને ત્યાર બાદ સાહા આઉટ થઈ ગયો.