Women's T20 World Cup 2023 Final: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ આજે રમાશે, આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમો આમને સામને ટકરાશે. ઓસ્ટ્રેલિયા છ વારનુ ચેમ્પીયન છે, તો સાઉથ આફ્રિકન ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે. 


આજની મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતેના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. હેડ ટૂ હેડ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો ટી20માં સાઉથ આફ્રિકન મહિલા ટીમ પર ભારે દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ સેમિ ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાએ મોટો ઉલટફેર કરીને ઇંગ્લિશ મહિલા ટીમે હાર આપી હતી, આવી જ રીતે ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટો ઉલટફેર થઇ શકે છે. જો આવુ બનશે તો સાઉથ આફ્રિકા પહેલીવાર કોઇ આઇસીસી ટ્રૉફી જીતવામાં સફળ થશે. 


અહીં અમે તમને આજની મેચ માટેની બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન બતાવી રહ્યાં છે, જુઓ અહીં આજે કઇ ટીમમાં કોને કોને મળી શકે છે મોકો.... 


આજે આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
એલિસી હીલી, બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એશ્લે ગાર્ડનર, ગ્રેસ હેરિસ, એલિસ પેરી, તાહલિયા મેક્ગ્રા, જૉર્જિયા વેરહામ, જેન જોનાસેન, મેગન શટ, ડાર્સી બ્રાઉન.


સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
લૌરા વૉલ્માર્ટ, તાઝમિન બ્રિટ્સ, મેરિઝાને કેપ, ચ્લૉય ટ્રાયૉન, નાદિને ડિ ક્લાર્ક, સુને લુસ (કેપ્ટન), એનકે બૉશ, સિનાલૉ જાફ્તા, શબનીમ ઇસ્માઇલ, આયાબૉન્ગા ખાકા, નૉનકુલુલેકો મ્લાબા.