WTC 2021 Final IND v NZ : ન્યૂઝિલેન્ડ ટેસ્ટ ચેમ્પિયન, ભારતને 8 વિકેટથી આપી હાર

મેચના પાંચમા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડ પર લીડ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 8 રને અને ચેતેશ્વર પુજારા 12 રને રમતમાં હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Jun 2021 11:05 PM
ભારતની હાર

ન્યૂઝિલેન્ડે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 8 વિકેટથી હરાવવાની સાથે જ પ્રથમ વખત આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન 52 રને અને રોસ ટેલર 47 રને અણનમ રહ્યા હતા.

અશ્વિને અપાવી બીજી સફળતા

અશ્વિને ભારતને બીજી સફળતા અપાવી છે. કોન્વે 19 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડને વિજેતા બનવા 95 રનની જરૂર છે. અશ્વિને લાથમને 9 રને સ્ટંપ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.

ભારતને વિકેટની જરૂર

ન્યૂઝિલેન્ડે વિના વિકેટે 19 રન બનાવી લીધા છે અને જીતવા 120 રનની જરૂર છે. ભારતને વિકેટની ખાસ જરૂર છે.  લાથમ 5 અને કોન્વે 9 રને રમતમાં છે.

170 રનમાં ખખડી ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ન્યૂઝિલેન્ડને જીતવા 139 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફરીથી પાણીમાં બેસી ગયો હતો. સાઉથીએ 4, બોલ્ટે 3, જેમિસને 2 અને વેગનરે 1 વિકેટ લીધી હતી.

લંચ સુધીમાં અડધી ટીમ પેવેલિયન ભેગી

અંતિમ દિવસે લંચ સમયે ભારતે 5 વિકેટના નુકસાન પર 130 રન બનાવ્યા છે. રિષભ પંત 28 અને જાડેજા 12 રને રમતમાં છે. ભારતની લીડ 98 રનની છે. બીજી ઈનિંગમાં 40મી ઓવરના અંતિમ બોલ પર રિષભ પંતને જીવનદાન મળ્યું હતું. કાઇલ જેમિસનના બોલ પર સ્લિપમાં ટિમ સાઉદીએ સરળ કેચ ડ્રોપ કર્યો હતો. આ સમયે પંત 5 રન પર રમતો હતો.

ભારતને પાંચમો ફટકો

ભારતને 109 રનના સ્કોર પર પાંચમો ફટકો લાગ્યો છે. રહાણે 15 રન બનાવી આઉટ થયો હતો. ભારતની કુલ લીડ 77 રન છે.  પંત 21 રને રમતમાં છે.  ભારતના મુખ્ય પાંચેય બેટ્સમેનો પેવેલિયન ભેગા થઈ ગયા છે.

કોહલી બાદ પુજારા આઉટ

ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર જેમસિને ભારતના બંને સેટ બેટ્સમેનો વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાને પેવેલિયન ભેગા કરી દીધા છે. મેચ શરૂ થયાને અડધી કલાકમાં જ તેણે બંનેને આઉટ કરીને ન્યૂઝિલેન્ડની જીતવાના ચાન્સ વધારી દીધા છે. પુજારા 15 રન બનાવી ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.

દિવસની શરૂઆતમાં જ ભારતને મોટો ફટકો

અંતિમ દિવસની શરૂઆતમાં જ ભારતને મોટો ફટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 13 રન બનાવી જેમિસનનો શિકાર બન્યો હતો. ટીમ ઈન્ડિયાની લીડ 39 રન જ છે. હવે બધો આધાર પુજારા અને રહાણેની બેટિંગ પર રહેશે.

રિઝર્વ ડેની રમત શરૂ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના અંતિમ અને રિઝર્વ ડેની રમત શરૂ થઈ ગઈ છે. ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 71 રન છે. કોહલી 13 અને પુજારા 14 રને રમતમાં છે. ભારતની કુલ લીડ 39 રન થઈ છે.

પાંચમા દિવસે ભારતની 32 રનની લીડ

મેચના પાંચમા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડ પર લીડ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 8 રને અને ચેતેશ્વર પુજારા 12 રને રમતમાં હતા. રોહિત શર્મા 30 અને શુબમન ગિલ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ સાઉથીએ બંનેને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા.

રિઝર્વ ડેમાં મુકાબલો

મેચમાં બે દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ આ મુકાબલો રિઝર્વ ડેના દિવસે રમાઇ રહ્યો છે. પાંચમા દિવસે ભારતીય ટીમના બોલર્સની શાનદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં 32 રનની લીડ લીધી હતી.એક સમયે ન્યૂઝિલેન્ડે 7 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા અને તે ભારતથી 25 રન પાછળ હતું. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 57 રન ઉમેરીની ભારત પર મહત્વની લીડ લીધી હતી.

બ્રેકગ્રાઉન્ડ

WTC Final 2021: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આજે અંતિમ દિવસ હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત રિઝર્વ ડેના દિવસે મેચ રમાઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી ન્યૂઝિલેન્ડે જીતવાની સાથે જ ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ચેમ્પિયનશીપ જીતનારી ટીમ બની હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.