WTC 2023 Final Full Details: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. વર્ષ 2021-23ના WTC તબક્કામાં ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં 66.67 ટકા પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. ભારતીય ટીમ આ વખતે 58.8 ટકા માર્ક્સ સાથે બીજા સ્થાને રહી હતી.






વર્ષ 2021માં જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિની ફાઈનલ મેચ રમાઈ હતી ત્યારે ભારતને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ WTCની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ ઐતિહાસિક મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે.






ભારતીય સમય અનુસાર મેચ કેટલા વાગ્યે શરૂ થશે?


આ ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. ટોસ 2:30 વાગ્યે થશે. આ પછી 3 થી 5 વાગ્યા સુધી પ્રથમ સત્ર રમાશે.  બીજું સત્ર 5:40 થી 7:40 દરમિયાન રમાશે જ્યારે દિવસના છેલ્લા સત્રની રમત ભારતીય સમય અનુસાર સાંજે 8 થી 10 વાગ્યા સુધી રમાશે.


ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન દરમિયાન રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે પણ છે. જેમાં વરસાદના કારણે રમત બગડશે તો રિઝર્વ ડે સુધી મેચ યોજવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ મેચમાં ગ્રેડ 1 ડ્યુક બોલનો ઉપયોગ કરવામાં આવશે.


ભારતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર થશે.


ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ


ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શ્રીકર ભરત, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.


ઓસ્ટ્રેલિયાની ટીમ


પેટ કમિન્સ (કેપ્ટન), માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિશ, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન, ટોડ મર્ફી, મિશેલ સ્ટાર્ક, માઈકલ નીસર.