India vs Australia, WTC Final 2023: ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં 7 જૂનથી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ભારતીય ટીમના ખેલાડીઓને 3 બેચમાં ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચમાં એ ખેલાડીઓ સામેલ છે જેમની ટીમ IPLની 16મી સીઝનના પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ ખેલાડીઓ આજે એટલે કે 23, મેના રોજ ઇગ્લેન્ડ જવા રવાના થશે. જેમાં વિરાટ કોહલી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ મુખ્ય ખેલાડી તરીકે સામેલ છે.


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રથમ બેચ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. RCB પ્લેઓફમાં ન પહોંચી શકયા બાદ વિરાટ કોહલી પણ WTC ફાઈનલ મેચની તૈયારી માટે પ્રથમ બેચ સાથે રવાના થઈ રહ્યો છે અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ તેમાં સામેલ છે. બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમ કુલ 2 કે 3 બેચમાં રવાના થશે.


જયદેવ ઉનડકટ પણ ઈંગ્લેન્ડ જવા રવાના થશે


IPLની 16મી સીઝનમાં નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ પ્રથમ બેચ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઉનડકટ હજુ ખભાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. BCCIની મેડિકલ ટીમ લંડનમાં તેની ફિટનેસ પર સતત નજર રાખશે અને તે મુજબ ઉનડકટના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.


જયદેવ ઉનડકટ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ ઈનસાઇડ સ્પોર્ટને આપેલા નિવેદનમાં જણાવ્યું કે જયદેવ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો છે. પરંતુ તે હજુ સુધી મેચ માટે ફિટ નથી. તેણે હમણાં જ થોડી બોલિંગ શરૂ કરી છે. પરંતુ અમને આશા છે કે તે આવતા સપ્તાહ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.


IPL 2023 Qualifier 1: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે પ્રથમ ક્વોલિફાયર, જાણો કોણ મારી શકે છે બાજી?


GT vs CSK Qualifier 1:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગની તમામ 70 મેચો રમાઈ ચૂકી છે અને હવે પ્રથમ ક્વોલિફાયર મેચ પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચે રમાશે.


ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.


પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જશે જ્યારે હારનાર ટીમ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે. લીગ તબક્કામાં ગુજરાત અને ચેન્નઈ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જે ગુજરાતે પાંચ વિકેટે જીતી હતી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ટીમ એક અલગ જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.


જોકે, આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ગુજરાતે લીગ સ્ટેજમાં ચેન્નાઈને ઘરઆંગણે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને ઘરઆંગણે ફાયદો થવાની પૂરી આશા છે.


ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાતે અત્યાર સુધીમાં ચેન્નઈ સામે ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે