IND vs AUS Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું

IND vs AUS Live Score WTC 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ લંડનમાં રમાઈ રહી છે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

gujarati.abplive.com Last Updated: 11 Jun 2023 05:13 PM
ભારતની 209 રને હાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું છે. ભારતની ટીમ બીજા દાવમાં 234 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કોહલીએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલીયા તરફથી લાયને 4 વિકેટ લીધી હતી.

ભારતની 9મી વિકેટ પડી

ભારતની 9મી વિકેટ પડી. શ્રીકર ભરત 41 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. નાથન લિયોને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે ભારતની છેલ્લી જોડી મેદાનમાં છે. મોહમ્મદ શમી 4 રન બનાવીને રમી રહ્યો છે. સિરાજ હવે બેટિંગ કરવા આવ્યો છે.

ભારતની 8મી વિકેટ પડી

ભારતની 8મી વિકેટ પડી છે. ઉમેશ યાદવ 1 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભરત 23 રન બનાવીને રમી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાને 7મો ઝટકો, શાર્દુલ આઉટ

ભારતની 7મી વિકેટ પડી. શાર્દુલ ઠાકુર શૂન્ય પર આઉટ થયો હતો. જાડેજાની જેમ શાર્દુલ પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. 

ભારતની છઠ્ઠી વિકેટ પડી, રહાણે આઉટ

ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ પડી. અજિંક્ય રહાણે 108 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 56.2 ઓવરમાં 212 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત મુશ્કેલ બની રહી છે. જીત માટે હજુ 232 રનની જરૂર છે.

ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો, જાડેજા શૂન્ય પર આઉટ

ભારતીય ટીમની પાંચમી વિકેટ પડી છે. રવિન્દ્ર જાડેજા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. જાડેજાને પણ બોલેન્ડે આઉટ કર્યો હતો. ભારતે 47 ઓવર બાદ 183 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 261 રનની જરૂર છે.

ટીમ ઈન્ડિયાની આશાઓને મોટો ફટકો, કોહલી આઉટ

ભારતની ચોથી વિકેટ પડી. વિરાટ કોહલી 49 રન બનાવીને આઉટ થયો હતો. બોલેન્ડે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાની આશાઓને મોટો ફટકો, કોહલી આઉટ

ભારતની ચોથી વિકેટ પડી. વિરાટ કોહલી 49 રન બનાવીને આઉટ થયો હતો. બોલેન્ડે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ભારતે 42 ઓવરમાં 168 રન બનાવ્યા

ભારતે 42 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. કોહલી 45 રન બનાવીને રમી રહ્યો છે. રહાણે 23 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 276 રનની જરૂર છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS Live Score WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના છેલ્લા દિવસે રવિવારે ભારતને જીતવા માટે 280 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે. આ પહેલા તેણે પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. તેણે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ચાહકોને વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે પાસેથી આશા હશે. કોહલી 44 અને રહાણે 20 રન બનાવીને અણનમ છે. આ બંને વચ્ચે 71 રનની ભાગીદારી થઈ છે.


ચોથા દિવસની રમતના અંતે ભારતે 164 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. ગિલ 19 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત 60 બોલમાં 43 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેતેશ્વર પૂજારા કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 27 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારા પ્રથમ દાવમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. ચોથા દિવસના અંત સુધી કોહલી 60 બોલમાં 44 રન બનાવીને અણનમ રહ્યો હતો. રહાણે 59 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.