WTC Final, Travis Head:  લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાએ કબજો જમાવી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 3 વિકેટે 327 રન બનાવ્યા છે. જેમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા બેટ્સમેન ટ્રેવિસ હેડે અત્યાર સુધી અણનમ 146 રનનું યોગદાન આપ્યું છે.






ફાઇનલમાં પ્રથમ સદી ફટકારી


ટ્રેવિસ હેડ WTC ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. લંચ પછી એટલે કે બીજા સેશનમાં 25મી ઓવરમાં માર્નસ લાબુશેનની વિકેટ પડ્યા બાદ હેડ ક્રિઝ પર આવ્યો હતો. તેણે મેદાન પર ઉતરતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસના અંત સુધીમાં હેડે 156 બોલમાં 22 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 146 રન ફટકાર્યા હતા. હેડે 65મી ઓવરમાં 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. હેડે વિદેશી ધરતી પર આ પ્રથમ ટેસ્ટ સદી હતી.


ભારતીય ઝડપી બોલરો પ્રથમ દિવસે કંઈ ખાસ કરી શક્યા ન હતા


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રથમ દિવસે ફાસ્ટ બોલરો બહુ અસરકારક સાબિત થઈ શક્યા ન હતા. ફાસ્ટ બોલરો માત્ર 3 વિકેટ જ લઈ શક્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 20 ઓવર નાંખી  જેમાં તેણે 77 રન આપીને 1 વિકેટ લીધી છે.


આ સિવાય શાર્દુલ ઠાકુરે 18 ઓવરમાં 75 રન આપીને 1 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજે 19 ઓવરમાં 67 રન આપીને 1 વિકેટ લીધી છે. આ રીતે ઝડપી બોલરો પ્રથમ દિવસે કંઈ ખાસ કરી શક્યા ન હતા. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ અણનમ 146 અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવીને પરત ફર્યા હતા.


IND vs AUS Final: હેડ-સ્મિથની જોડીએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહેલીવાર બની આ ઘટના


WTC 2023 Final IND vs AUS:  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. લંડનમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી હતી. પરંતુ આ પછી સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે મુશ્કેલી ઊભી કરી. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી આ બંને વચ્ચે 251 રનની ભાગીદારી નોંધાઈ હતી. સ્મિથ અને હેડે રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં 200થી વધુ રનની ભાગીદારી કરનાર તે પ્રથમ જોડી બની હતી. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 76 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે ઇનિંગને સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. સ્મિથે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી 227 બોલમાં 95 રન બનાવ્યા હતા. જ્યારે હેડે 156 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેણે 22 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. આ રીતે બંનેએ પ્રથમ દિવસે 251 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્મિથ-હેડની જોડીએ ઇતિહાસ રચ્યો હતો. હેડ-સ્મિથ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 200થી વધુ રનની ભાગીદારી કરનાર પ્રથમ ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસની રમત પૂરી થવા સુધી 327 રન બનાવ્યા હતા