WTC Final 2023, IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. બંને વચ્ચેની આ મેચ 7 જૂન, બુધવારથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 3:00 કલાકે શરૂ થશે. આ મેચમાં બંને ટીમો કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે આ સવાલ દરેકના મનમાં છે. આવો જાણીએ મેચ સાથે જોડાયેલી વિગતો.


પિચ રિપોર્ટ


ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનના ઓવલમાં રમાશે. અહીં વિકેટ પર સારો ઉછાળ જોવા મળે છે. ફાસ્ટ બોલરોને અહીં મદદ મળે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે તેમ પિચ સ્પિન બોલરો માટે અસરકારક સાબિત થવા લાગે છે. ત્રીજા દિવસની આસપાસ સ્પિનરોનું વર્ચસ્વ શરૂ થાય છે. અને ઝડપી બોલરોનો સ્વિંગ હવામાન પર આધાર રાખે છે.


બીજી તરફ જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી આ મેચની આગાહીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર વધુ મેચ રમી છે જ્યારે ભારતીય ટીમ કાંગારુ ટીમ કરતા ઓછી મેચ રમી છે. જો કે બંને ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. આવી સ્થિતિમાં કોઈ એક ટીમને વિજેતા કહી શકાય નહીં. ઓસ્ટ્રેલિયાએ ઓવલ મેદાન પર 38 ટેસ્ટ રમી છે, જેમાં ટીમે 7માં જીત મેળવી છે.


જ્યારે ભારતે 14માંથી 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 જીત સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જેમાં ભારતે 32 મેચ જીતી છે. ભારતે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 2021માં રમી હતી, જેમાં ટીમે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાને 2019માં રમાયેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આ ફાઇનલ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન પર મેચનું મફત જીવંત પ્રસારણ થશે. આ સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.


ભારત અને ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન


ભારત


રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર


ઓસ્ટ્રેલિયા


ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કૈરી, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, સ્કૉટ બોલેન્ડ