Yashasvi Jaiswal Most Fifty Plus Score : યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે, યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 41 વર્ષ બાદ એક વર્ષમાં સૌથી વધુ 50 (11) રન બનાવ્યા છે વર્ષ 1979 માં જીઆર વિશ્વનાથ અને વર્ષ 1983 માં મોહિન્દર અમરનાથ દ્વારા એક વર્ષમાં 11 વખત 50 થી વધુ રન બનાવવાના રેકોર્ડની બરાબરી કરી છે. હાલમાં જયસ્વાલ ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ 50+ સ્કોર
13 - વિરેન્દ્ર સેહવાગ, 201012 - સચિન તેંડુલકર, 201012 - સુનીલ ગાવસ્કર, 197911- યશસ્વી જયસ્વાલ, 202411 - જી.આર. વિશ્વનાથ, 197911 - મોહિન્દર અમરનાથ, 1983
યશસ્વીએ એક છેડેથી સ્થિર બેટિંગ કરી
મેલબોર્નના મેદાન પર ભારતીય ટીમને શરૂઆતી આંચકો લાગ્યો હતો. જોકે, યશસ્વીએ એક છેડેથી સ્થિર બેટિંગ કરી હતી. તેણે 118 બોલનો સામનો કર્યો અને 82 રન બનાવ્યા. તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની 9મી અડધી સદી હતી.
ભારતીય ટીમને પહેલો ફટકો 8 રન પર લાગ્યો હતો. આ પછી તેણે કેએલ રાહુલ સાથે 43 રનની ભાગીદારી કરી હતી. યશસ્વીએ કોહલી સાથે મળીને 157 બોલમાં 102 રન જોડ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે યશસ્વીના આંકડા કેવા છે ?
યશસ્વીએ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ રમી છે જેમાં તેણે 45.83ની એવરેજથી 275 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. તે આ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 161 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પર્થમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. તે પછી યશસ્વીનું બેટ વધારે ચાલ્યું ન હતું.
યશસ્વીની ટેસ્ટ કારકિર્દી કેવી રહી ?
યશસ્વીએ તેની પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામે રમી હતી. તેણે અત્યાર સુધી 18 ટેસ્ટ મેચ રમી છે. તેની 33 ઇનિંગ્સમાં, તે બે વખત અણનમ રહીને 1,682 રન બનાવવામાં સફળ રહ્યો છે. તેણે પોતાના બેટથી 4 સદી અને 9 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 214* રન છે. યશસ્વીએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે તેની ટેસ્ટ કારકિર્દીમાં સૌથી વધુ રન (712) બનાવ્યા છે.
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ