Yashasvi Jaiswal Record: ભારતીય યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલે પોતાની ટૂકી ટેસ્ટ કેરિયરમાં મોટી કમાલ કરી બતાવી છે, હાલમાં જ ટેસ્ટમાં ડેબ્યૂ કેપ પહેરીને આવેલા યશસ્વી જાયસ્વાલે ટેસ્ટના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનના મોટા રેકોર્ડને તોડી નાંખ્યો છે. યશસ્વી જાયસ્વાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ધમાલ મચાવી છે. યશસ્વી જાયસ્વાલે એક સાથે બે કે તેથી વધુ મોટો ટેસ્ટ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. જાણો અહીં યશસ્વી જાયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં દમદાર ઇનિંગ રમીને ડૉન બ્રેડમેનના કયા રેકોર્ડને તોડી નાંખ્યા.


ખાસ વાત છે કે, યશસ્વી જાયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં ધમાકેદાર શતકીય ઇનિંગ રમીને ધમાલ મચાવી દીધી છે. યશસ્વી જાયસ્વાલે સૌથી ઓછી ટેસ્ટ ઇનિંગમાં 3 કે તેથી વધુ વાર 150 રનનો સ્કૉર પોતાના નામે કર્યો છે. આ સાથે જ આ યશસ્વી જાયસ્વાલે સર ડૉન બ્રેડમેનના મોટા રેકોર્ડને તોડી નાંખ્યો છે. આ લિસ્ટમાં હવે જાયસ્વાલ બીજા નંબર પર આવી ગયો છે, જ્યારે ડૉન બ્રેડમેન ત્રીજા નંબર પર છે, અને નીલ હાર્વે નંબર વન પર છે.


સૌથી ઓછી ટેસ્ટ ઇનિંગમાં 3 કે તેથી વધુવાર 150થી વધુનો સ્કૉર કરનારા બેટ્સમેન - 
10 નીલ હાર્વે
13 યશસ્વી જયસ્વાલ
15 ડોન બ્રેડમેન
15 ગ્રીમ સ્મિથ
18 ચેતેશ્વર પૂજારા


આ ઉપરાંત યશસ્વી જાયસ્વાલના નામે બીજો એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાયો છે. યશસ્વી જાયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં ફરી એકવાર 150થી વધુની ટેસ્ટ ઇનિંગ રમી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ યશસ્વી જાયસ્વાલે ત્રીજી સદી ફટકારી અને તેને 150થી વધુના સ્કૉરમાં ફેરવી છે.


પ્રથમ ત્રણ ટેસ્ટ સદીને 150+ સ્કૉરથી વધુના સ્કૉરમાં ફેરવનારા બેટ્સમેનો 
જાવેદ મિયાંદાદ
એન્ડ્રુ જોન્સ
બ્રાયન લારા
મહેલા જયવર્દને
મેથ્યુ સિંકલેર
ગ્રીમ સ્મિથ
યશસ્વી જયસ્વાલ


આ સાથે યશસ્વી જાયસ્વાલે આ ઇનિંગમાં છગ્ગાઓનો વરસાદ કરી દીધો હતો, જાયસ્વાલે ઇંગ્લેન્ડના બૉલરોની જબરદસ્ત ધુલાઇ કરતાં 10 છગ્ગા ફટકારી દીધા હતા. ટેસ્ટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોના લિસ્ટમાં પણ જાયસ્વાલ નંબર વન પર આવી ગયો છે. 


ભારત માટે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારાનાર બેટ્સમેન 
10 છગ્ગા - યશસ્વી જયસ્વાલ વિરૂદ્ધ ઇંગ્લેન્ડ, રાજકોટ 2024*
8 છગ્ગા - નવજોત સિધુ વિરૂદ્ધ શ્રીલંકા, લખનઉ 1994
8 છગ્ગા - મયંક અગ્રવાલ વિરૂદ્ધ બાંગ્લાદેશ, ઇન્દોર 2019