નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એક વખત મેદાન પર વાપસી માટે તૈયાર છે. યુવરાજ સિંહે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં બિગ બૈશ લીગમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં યુવરાજ સિંહની મદદ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આગળ આવ્યું છે અને તે સ્ટાર ખેલાડીને ક્લબ શોધવામાં મદદ કરી રહ્યું છે. જો યુવરાજ સિંહ બીબીએલમાં રમતો જોવા મળશે તો તે લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી હશે.

હજુ સીધી ભારતનો કોઈપણ ખેલાડી બીબીએલમાં રમ્યો નથી, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપી નથી. જોકે યુવરાજે વિતેલા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી માટે તેમનું વિદેશી લીગમાં રમવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.

આ પહેલા યુવરાજ સિંહ કેનાડી લીગમાં ભાગ લઈ ચૂક્યો છે. યુવરાજ સિંહ કોઈપણ વિદેશી લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ ઉપરાંત પ્રણીવ તાંબે તેના સિવાય વિદેશી લીગમાં રમનાર ભારતીય ખેલાડી છે. પ્રવીણ તાંબી આ વર્ષે કેરિબિયન પ્રીમિયર લીગમાં ભાગ લઈ રહ્યો છે.

સિડની મોર્નિંગ હેરલ્ડના રિપોર્ટ અનુસાર યુવરાજના મેનેજર જૈસન વાર્ને સ્ટાર ખેલાડીના બીબીએલમાં રમવાની ઇચ્છાની પુષ્ટિ કરી છે. સાથે જ દાવો કર્યો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડરમાં રસ દાખવતી ફ્રેન્ચાઈઝ શોધવામાં મદદ કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર જોકે બીબીએલ ક્લબ હાલમાં યુવરાજમાં વધારે રસ દાખવી નથી રહ્યા. ઓસ્ટ્રેલિયા ક્રિકેટર્સ સંઘના અધ્યક્ષ અને આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી ચૂકેલ શેન વોટ્સનનું માનવું છે કે, બીબીએલમાં ભારતીય ખેલાડીનું સામેલ થું અવિશ્વસનીય હશે. વોટ્સનનું માનવું છે કે, યુવરાજ સહિત ભારતીય દિગ્જ બીજા દેશોમાં જઈને રમે છે તો ક્રિકેટમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.