નવી દિલ્હીઃ ભારતીય ટીમના ખેલાડી હાલ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચી ગયા છે, હાલ તમામ ટીમનો ખેલાડીઓ ક્વૉરન્ટાઇન સમય પસાર કરી રહ્યાં છે. આ દરમિયાન મોટાભાગના ખેલાડીઓ સોશ્યલ મીડિયાનો સહારો લઇને સમય કાઢી રહ્યાં છે. ત્યારે આવા સમયે ભારતીય ટીમના સ્ટાર ઓપનર શિખર ધવને પોતાની એક તસવીર શેર કરી છે, જેની સાથી ખેલાડીએ ટકલુ કહીને મજાક ઉડાવી છે.

ખરેખરમાં, શિખર ધવને તસવીર શેર કરી છે, જેમાં તે હાલ દુબઇના તડકાની મજા લેતો દેખાઇ રહ્યો છે. આ તસવીર પર ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે શિખરના વાળને લઇને ટકલુ કૉમેન્ટ કરી, જેના પર શિખરે પણ પ્રેમથી જવાબ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર બન્નેની કૉમેન્ટ વાળી ચેટ વાયરલ થઇ રહી છે.



સોશ્યલ મીડિયા પર શિખર ધવનની તસવીર પર સૌથી પહેલા કુલદીપ યાદવે કૉમેન્ટ કરી હતી. કુલદીપે લખ્યું- વાળ આવી ગયા હવે તો.... આ પછી ચહલે મજાક કરતા ધવનને ટ્રૉલ કરવાની કોશિશ કરી હતી. તેને લખ્યું- ભાભા આ સમયે ઓસ્ટ્રેલિયામાં છે તેથી નો પિટાઇ, સમજી ગયા ને એટલે જ વાળ આવી ગયા છે. સમજી રહ્યાં છો ને, સમજી રહ્યાં છો ને.



આ પછી શિખર ધવને પણ બેસ્ટ રિપ્લાય આપ્યો, તેને જવાબ આપતા લખ્યુ- બાબા અમે તો જુના ચોખા થઇ ગયા, તુ હજી એન્ગેજ છો, તુ સંભાળીને ચાલજે નહીં તો આગળના દાંત વધારે બહાર નીકળી જશે. તુ સંભાળીને ચાલ.

ઉલ્લેખનીય છે કે ચહલ ભારતીય ટીમમાં મજાકીયા અંદાજને જાણીતો છે. ચહલ અવારનવાર ટીમમેટની સાથે મજાક અને કૉમેન્ટ કરતો રહે છે. હાલ બન્નેની ચેટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.