Gary Ballance: વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની વચ્ચે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ગૈરી બેલેન્સે ઇતિહાસ રચી દીધો. તેને ઝિમ્બાબ્વે માટે પાંચમા નંબર પર બેટિંગ કરતા અણનમ 137 રન બનાવ્યા. આની સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે દેશો માટે સદી ફટકારનારો બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના કેપ્લર વેસેલ્સ આ કારનામુ કરનારો પહેલો બેટ્સમેન હતો, જેને બે દેશો માટે સદી ફટકાર હતી. ગૈરી બેલેન્સ ઝિમ્બાબ્વેની સાથે જોડાયા પહેલા તે ઇંગ્લેન્ડની ટીમનો ભાગ હતો. તે ઇંગ્લેન્ડની વર્લ્ડકપ ટીમમાં પણ રમી ચૂક્યો છે. તેને ઇંગ્લેન્ડ માટે ચાર શતકીય ઇનિંગ પણ રમી હતી. વળી, કેપ્લર વેસેલ્સે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા માટે સદી ફટકારી હતી. 


બુલાવાયોમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાઇ રહેલી મેચ ડ્રૉ થવાની કગાર પર છે. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પહેલી ઇનિંગમાં છ વિકેટો ગુમાવીને 447 રન બનાવ્યા હતા. આના જવાબમાં ઝિમ્બાબ્વેએ પોતાની પહેલી ઇનિંગને નવ વિકેટ પર 379 રન બનાવીને ડિકલેર કરી દીધી હતી. વેસ્ટ ઇન્ડિઝે બીજી ઇનિંગમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા છે. મેચમાં માત્ર એક દિવસની જ રમત બાકી છે. જ્યારે બન્ને ટીમની એક-એક ઇનિંગ આખી બાકી છે. 


બુલાવાયોની પીચ પર બૉલરોને વધુ મદદ મળી રહી છે. ચાર દિવસની રમત થવા છતાં આ મેચમાં કુલ 15 વિકેટો જ પડી છે. આવામાં એક દિવસમાં કોઇપણ ટીમની 10 વિકેટ પડવાની સંભાવના ના બરાબર છે, અને આ મેચ ડ્રે થવાની કગાર પર છે. 


ગૈરી બેલેન્સે ઝિમ્બાબ્વે માટે ફટકારી સદી  -
હરારેમાં જન્મેલા ગૈરી બેલેન્સે ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ઝિમ્બાબ્વે માટે પોતાનું ડેબ્યૂ કર્યુ. પોતાના દેશ પરત ફર્યા પહેલા તેને ગયા દાયકામાં ઇંગ્લેન્ડ માટે ચાર સદી ફટકારી હતી. તેને પહેલા દક્ષિણ આફ્રિકામાં જન્મેલા કેપ્લર વેસેલ્સે પણ પોતાના દેશમાં પરત ફરતા પહેલા ઓસ્ટ્રેલિયા માટે ચાર સદી બનાવી હતી, અને 1990 ના દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં ફરીથી સામેલ થવા પર આફ્રિકા માટે બીજા બે વધુ શતક બનાવ્યા હતા. 


ઝિમ્બાબ્વે માટે પોતાની પહેલી ટેસ્ટમાં જ ગૈરી બેલેન્સ ટીમને હારમાંથી બચાવી. 114 રનના સ્કૉર પર ટીમે ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી, અને ફૉલોઓનથી બચવા માટે કમ સે કમ 248 રનોની જરૂર હતી, આવામાં શાનદાર 135 રન બનાવીને ટીમને હારથી ગૈરી બેલેન્સે જ બચાવી હતી.