ઝિમ્બાબ્વેએ બીજી વનડેમાં બાંગ્લાદેશને 13 રનથી હરાવ્યું. આ સાથે ઝિમ્બાબ્વેએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી. બેન કર્રનની અણનમ સદી અને પછી બોલરોની શાનદાર બોલિંગના કારણે યજમાન ટીમે બાંગ્લાદેશને 234 રનમાં ઓલઆઉટ કરી દીધું.

Continues below advertisement

હરારેમાં રમાયેલી બીજી વનડેમાં ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50  ઓવરમાં 247  રન બનાવ્યા. એક સમયે  બાંગ્લાદેશે માત્ર 3 વિકેટ ગુમાવીને 169  રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી 15  ઓવરમાં, કોઈ પણ બેટ્સમેન ઝિમ્બાબ્વેના બોલરો સામે ટકી શક્યો નહીં.

Continues below advertisement

248 રનના લક્ષ્યાંકના જવાબમાં, બાંગ્લાદેશે 42 મી ઓવરમાં 5 વિકેટ બાકી રહેતા 200 રનનો આંકડો પાર કર્યો. બાંગ્લાદેશને 49  બોલમાં માત્ર 41  રનની જરૂર હતી, પરંતુ નુરુલ હસન (38 રન) ના આઉટ થયા પછી શરૂ થયેલી વિકેટોની શ્રેણી આખી ટીમના આઉટ થયા પછી જ સમાપ્ત થઈ.

બેન કર્રનની પહેલી સદી

ઓપનિંગ બેટ્સમેન બેન કર્રનએ પોતાની વનડે કારકિર્દીની પહેલી સદી ફટકારી. બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં તે 135  બોલમાં 111 રન બનાવી અણનમ રહ્યો. તેણે આખી 50 ઓવર બેટિંગ કરી. તેની સાથે બ્રેડ ઇવાન્સે 38  બોલમાં 58  રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેનાથી ઝિમ્બાબ્વે 247  રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. 

ઝિમ્બાબ્વેની ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ODI શ્રેણી રમી રહી છે. ઝિમ્બાબ્વેએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં, તેઓએ પ્રથમ બેટિંગ કરતી વખતે સારો સ્કોર બનાવ્યો.   બેન કર્રનએ આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. 

બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં, બેન કર્રન માત્ર 122  બોલમાં પોતાની સદી પૂરી કરી અને શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. પોતાની સદી ફટકાર્યા પછી પણ બેને હાર ન માની અને સારી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું, જેના કારણે ટીમે સારો સ્કોર બનાવ્યો. નોંધનીય છે કે, તેની સદી દરમિયાન બહેન કર્રને એક પણ સિક્સર ફટકારી ન હતી અને તેના બદલે ઘણા ચોગ્ગા ફટકાર્યા હતા, જે દર્શાવે છે કે તે સંયમથી બેટિંગ કરી રહ્યો હતો અને જ્યારે પણ તેને તક મળે ત્યારે બોલને બાઉન્ડ્રીની ઉપરથી ફટકારતો હતો.

આ પણ વાંચો- ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

આ વનડે શ્રેણી પછી ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 શ્રેણી પણ રમશે. આ શ્રેણી માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિકંદર રઝા ટીમનું નેતૃત્વ કરશે, અને બેન કર્રનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.