ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં એક એવો રેકોર્ડ બન્યો છે જેની ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ ક્યારેય હાંસલ કરી નથી. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા કોઈ પણ ટીમે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં આટલા બધા રન બનાવ્યા નહોતા.

Continues below advertisement

ઝિમ્બાબ્વેએ શારજાહ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં આક્રમક બેટિંગ કરીને 504 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને પ્રથમ ઇનિંગમાં 514 રન ફટકાર્યા હતા. જોકે, ઝિમ્બાબ્વેએ પોતાની બીજી ઇનિંગ્સમાં 5 વિકેટે 523 રન પર કરીને ઈનિંગ ડિક્લેર કરી હતી. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે કોઈ ટીમે એક જ મેચની બંને ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. જોકે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, ઝિમ્બાબ્વેનો રેકોર્ડ હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ ગયો હતો.

Continues below advertisement

41 વર્ષીય ક્રેગ એર્વાઇને બેવડી સદી ફટકારી

આ ટેસ્ટમાં સંપૂર્ણપણે બેટ્સમેનોનું પ્રભુત્વ જોવા મળ્યું જેમાં કુલ છ સદી નોંધાઈ હતી. ઝિમ્બાબ્વેની પ્રથમ ઇનિંગમાં બ્રેન્ડન ટેલરે 131 રન અને બ્રાયન બેનેટે 128 રન બનાવ્યા હતા. ટેલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

બીજી ઇનિંગમાં 41 વર્ષીય અનુભવી ક્રેગ એર્વાઇને 206 રનની અણનમ બેવડી સદી ફટકારી હતી. આ સાથે એર્વાઇન ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો સૌથી મોટી ઉંમરનો બેટ્સમેન બન્યો. એર્વાઇનની સાથે વેસ્લી માધેવેરે પણ અણનમ 100 રન બનાવ્યા, જે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી હતી. બીજી બાજુ, અફઘાનિસ્તાનના રહેમત શાહ, સેદીકુલ્લાહ અટલ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. રમતના પાંચ દિવસ દરમિયાન કુલ 25 વિકેટ પડી હતી અને રેકોર્ડ 1541 રન બન્યા હતા.