કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર બ્રેડ હોજની બરોબરની ખેંચી રહ્યા છે. વિદેશી ખેલાડી હોજે કોહલીના કોસ્મેટિક વિજ્ઞાપનને લઈને ટ્વિટ કરી હતી કે, હેરાન છું કે લોકો પૈસા માટે શું શું કરી રહ્યા છે.
ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીના ફેન્સને આ વાત ખટકી અને એમણે બ્રેડ હોજને આડે હાથ લેતાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના બોલ ટેમ્પરિંગ મામલાની યાદ અપાવી દીધી હતી. વિરાટ કોહલીના પ્રશંસકે હોજને ટ્વિટમાં વળતો જવાબ આપતાં લખ્યું હતું કે, બીજા કેટલાંક ખેલાડીઓ પૈસા બનાવવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરે છે.
એક યૂઝરે તો ટ્વિટમાં લખ્યું હતું કે, એમના અંગે વાત ન કરો કારણ કે તમે તો સરફરાજ અહમદની કારકિર્દીની બરોબરીમાં પણ નથી. કોહલીના એક ફેને હોજ સામે હુમલો કરતાં કહ્યું હતું કે, તમારા જેવા કેટલાંક લોકો 42 વર્ષની ઉંમરે પણ પૈસા માટે આઈપીએલ રમવી પસંદ કરો છે.