David Johnson Career: ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર છે., પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. ડેવિડ જ્હોન્સન લગભગ 53 વર્ષના હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા ડેવિડ જોન્સનની આત્મહત્યાના સમાચાર આપ્યા છે. પોસ્ટમાં અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
જોકે, ડેવિડ જ્હોન્સનની કારકિર્દી ભારત માટે બહુ લાંબી ચાલી ન હતી. આ ખેલાડીએ ભારત માટે 10 ઓક્ટોબર 1996ના રોજ ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે ડેવિડ જોન્સને ભારત માટે છેલ્લી મેચ 26 ડિસેમ્બર 1996ના રોજ રમી હતી. આ પછી તે ક્યારેય ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટ અને અન્ય લીગમાં રમવાનું ચાલુ રાખ્યું. જોકે હાલ તો ડેવિડ જોન્સનની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
-
આ ડેવિડ જોન્સનની કારકિર્દી
ડેવિડ જોન્સને 2 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ખેલાડીએ ભારત માટે ટેસ્ટ મેચમાં 47.67ની એવરેજથી 3 વિકેટ લીધી હતી. આ સિવાય ડેવિડ જોન્સને બેટ્સમેન તરીકે 4ની એવરેજથી 8 રન બનાવ્યા હતા.
અનિલ કુંબલેએ ડેવિડ જોન્સન માટે શું લખ્યું?
પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં અનિલ કુંબલેએ લખ્યું છે - મારા ક્રિકેટ સાથી ડેવિડ જોન્સનના નિધનના સમાચારથી હું દુખી છું, તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ ડેવિડ જોન્સન પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.