નવી દિલ્હીઃ આગામી સમયમાં સૌથી ચર્ચિત ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાવવાની છે, આ ટૂર્નામેન્ટનુ નામ છે ધ હન્ડ્રેડ (The Hundred) અને ઇંગ્લેન્ડમાં આની શરૂઆત થશે. ખાસ વાત છે કે અનુભવી ભારતીય વિકેટકીપર-બેટ્સમેન (Team india Cricketer) દિનેશ કાર્તિકને (Dinesh Karthik) ઇંગ્લિશ ક્રિકેટ ટૂર્નામન્ટ ધ હન્ડ્રેડ (The Hundred Tournament) માટે સ્કાય સ્પૉર્ટ્સની કૉમેન્ટ્રી પેનલમાં (Commentary Panel) સામેલ કરવામાં આવ્યો છે.
ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ (The Hundred Tournament) નવા ફોર્મેટની રમત છે. આનુ આયોજન મહિલા ટીમો ઓવલ ઇન્વિન્સિબલ્સ અને માન્ચેસ્ટર ઓરિજિનલ્સની વચ્ચે ધ કિઆ ઓવલમાં 21 જુસાઇથી રમાનારી મેચથી થશે. કૉમેન્ટ્રી લાઇન અપમાં ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્યૂ ફ્લિન્ટોફ પણ સામેલ છે.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન ફાસ્ટ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડ અને મહિલા ટીમના ખેલાડી ટેમી બ્યૂમોન્ટ જે ટૂર્નામેન્ટ દરમિયાન લંદર સ્પીરિટ માટે રમશે, તેને પણ લાઇન અપમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનના વસીમ અકરમ, શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સાંગાકારા, વેસ્ટ ઇન્ડિઝને પોતાની કેપ્ટનશીપમાં બે વાર ટી20 વર્લ્ડકપ જીતાડનારા ડેરેન સેમી અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમના પૂર્વ ખેલાડી મેલ જોન્સ પણ કૉમેન્ટ્રી ટીમનો ભાગ હશે. દિનેશ કાર્તિકને (Dinesh Karthik) ઇંગ્લિશ ક્રિકેટ ટૂર્નામન્ટ ધ હન્ડ્રેડ (The Hundred Tournament) માટે સ્કાય સ્પૉર્ટ્સની કૉમેન્ટ્રી પેનલમાં (Commentary Panel) સામેલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં દિનેશ કાર્તિક 2021 રમવામાં વ્યસ્ત છે. શનિવારે તેને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 9 બૉલમાં 22 રનોની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન તેને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ મેચમાં કોલકત્તાએ હૈદરાબાદને 10 રનોથી હરાવી દીધુ હતુ. કેકેઆરની ટીમને કાર્તિક પાસેથી આવા પ્રદર્શનની આશા હશે. કોલકત્તાની ટીમ આ જીતની લયને ચાલુ રાખવા ઇચ્છશે. કાર્તિક ભારતીય ટીમ તરફથી 26 ટેસ્ટ, 94 વનડે અને 32 ટી20 મેચો રમી ચૂક્યો છે. દિનેશ કાર્તિક વર્લ્ડકપ 2019 બાદ ટીમ ઇન્ડિયામાં દેખાયો નથી, હાલ દિનેશ કાર્તિક આઇપીએલની 14મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહ્યો છે.