ભારતના આ સ્ટાર ક્રિકેટરને ‘પદ્મશ્રી’ એવોર્ડની કરાશે સન્માનિત, જાણો
થોડા સમય પહેલા જ ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાના જીવનના 15 વર્ષ ક્રિકેટને આપ્યા. 22 વર્ષની ઉંમરમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરનાર ગંભીરનું ક્રિકેટમાં મોટું યોગદાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌતમ ગંભીરને ક્રિકેટમા યોગદાન અને ઓછા વંચિત લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટેના પ્રયાસની પત્ર લખી પ્રશંસા કરી હતી. પત્રમાં પીએમ મોદીએ ટી20 વર્લ્ડ કપ 2007 અને વિશ્વકપ 2011માં ભારતને ચેમ્પિયન બનાવવા પર ગૌતમ ગંભીરના યોગદાનને વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
નવી દિલ્હી: સરકારે 70માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેર કરી દીધી છે. જેમાં 4 પદ્મભવિભૂષણ, 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રી સામેલ છે. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીરને પણને પદ્મશ્રી એવાર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી તથા બંજરંગ પુનિયા સહિત 8 ખેલાડીઓને પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -