એક જ ઇનિંગમાં 300 રન ઠોકનારા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઇ, જુઓ તસવીરો
abpasmita.in | 01 Jul 2019 03:44 PM (IST)
કરુણ નાયરે સોશ્યિલ મીડિયા પર તેની સગાઇની તસવીરો શેર કરી છે. કરુણે પોતાની ગર્લફ્રેન્ડ સાનાયા તંકારીવાલા સાથે સગાઇ કરી છે
નવી દિલ્હીઃ વિરેન્દ્ર સેહવાગ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારા વિસ્ફોટક બેટ્સમેન કરુણ નાયરે સગાઇ કરી લીધી હોવાના સમાચાર છે. કરુણ નાયરે સોશ્યિલ મીડિયા પર તેની સગાઇની તસવીરો શેર કરી છે. કરુણે પોતાની ગર્લફ્રેન્ડ સાનાયા તંકારીવાલા સાથે સગાઇ કરી છે. કરુણે ગર્લફ્રેન્ડ સાનાયા તંકારીવાલા સાથેની તસવીર પૉસ્ટ કરતાં લખ્યુ છે કે, ‘આ છોકરીએ આજે મને હા કહી દીધુ’. પૉસ્ટમાં આ જોડી પોતાના પ્રેમને એકરાર કરતી દેખાઇ રહી છે. બન્ને તસવીરમાં એકદમ ખુશખુશાલ દેખાઇ રહ્યાં છે. કર્ણાટક માટે ઘરેલુ ક્રિકેટ રમનારા કરુણ નાયરના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા માટે 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 62.33ની એવરેજથી શાનદાર 374 રન બનાવ્યા છે. જોકે, આ ખેલાડીએ એક ઇનિંગમાં જ 303 રન બનાવી દીધા હતા. કરુણે 2 ઇન્ટરનેશનલ વનડે રમી છે, જેમાં 23ની એવરેજથી 46 રન બનાવ્યા છે. આ ખેલાડીની કેરિયર ઇજાના કારણે પ્રભાવિત થઇ હતી. હાલમાં ટીમમાં વાપસી માટે પ્રયાસ કરી રહ્યો છે. કરુણ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી રમી રહ્યો છે. આઇપીએલમાં કરુણે 69 મેચ રમી છે, જેમાં 24.81ની એવરેજથી 1464 રન બનાવ્યા છે.