વર્લ્ડકપમાં હેટ્રિક લેનારા ભારતના ફાસ્ટ બોલર શમીનો પત્નિ સાથે શું છે વિવાદ, શું લગાવ્યા હતા ગંભીર આરોપ ? જાણો વિગત
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં શનિવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે 11 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતના 224 રન સામે અફઘાનિસ્તાન 213 રનમાં સમેટાઈ ગયું હતું. આ મેચમાં મોહમ્મદ શમીએ ઈતિહાસ રચ્યો હતો. શમી મેચની અંતિમ ઓવરના હેટ્રિક લીધી હતી. જેની સાથે જ તે વર્તમાન વર્લ્ડકપમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો હતો. ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની જિંદગીમાં એક પછી એક સમસ્યાઓ આવતી જ રહી છે. શમીનો પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
ગત વર્ષે શમીના પારિવારિક સંબંધોમાં વિવાદ વકર્યો હતો. મોહમ્મદ શમીની પત્નીએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ, અત્યાચાર સહિત અનેક આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ સિવાય હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગ માટે અલિશ્બા નામની પાકિસ્તાની છોકરી પાસેથી પૈસા લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. હસીનનો દાવો છે કે આ વર્ષની શરૂઆતમાં થયેલી પ્રૉટિયાઝ વિરુદ્ધ સીરીઝ દરમિયાન શમીએ એક સાઉથ આફ્રિકન મહિલા સાથે સંબંધ રાખ્યા હતા, જોકે, શમીએ પત્નીના તમામ આરોપોને ફગાવી દીધા હતા.
પત્ની હસીન જહાંએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીનનો આરોપ હતો કે શમી પોતાના હોટલની રૂમમાં પાકિસ્તાની અને દુબઇની મહિલાઓને બોલાવતો હતો. તે ઇચ્છતો હતો કે હું તેના ભાઇ સાથે શારીરિક સંબંધ રાખે. શમીએ પોતાના ભાઇને મને મારીને મારી લાશને જંગલમાં દફન કરી દેવાનું કહ્યું હતું.