આ વિસ્ફોટક બેટ્સમેનની ગર્લફ્રેન્ડ છે ક્રિકેટની દિવાની, સવારે 4 વાગે ઉઠીને જુએ છે બૉયફ્રેન્ડની બેટિંગ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં જ્યારે બપોર 1.30 વાગે મેચ શરૂ થાય છે ત્યારે ગયાનામાં સવારે 4 વાગ્યા હોય છે. ગર્લફ્રેન્ડ ઉમરાવ સવારે 4 વાગે ઉઠીને બૉયફ્રેન્ડ હેટમાયરની દરેક મેચ જુએ છે.
ઉમરાવ હેટમાયરની દરેક મેચ જુએ છે. ભારત પ્રવાસમાં વિન્ડિઝ ટીમની દરેક મેચ તે સવારે 4 વાગે ઉઠીને જુએ છે. હેટમાયરના સારા પ્રદર્શન બાદ તે સોશ્યલ મીડિયા પર તેને પ્રોત્સાહન પણ આપે છે.
શિમરોન હેટમાયરની ગર્લફ્રેન્ડનુ નામ નિરવાની ઉમરાવ છે, તે ગયાનામાં રહે છે. તે પણ હેટમાયરની બેટિંગની જબરદસ્ત દિવાની છે.
શિમરોન હેટમાયર મેદાન પર જેટલો આક્રમક છે તેટલો જ મેદાનની બહાર રૉમેન્ટિક પણ છે. હેટમાયર બાળપણથી જ એક છોકરીને પ્રેમ કરે છે, સોશ્યલ મીડિયા પર હંમેશા તેની સાથેની તસવીરો પણ શેર કરતો રહે છે.
નવી દિલ્હીઃ હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝ ચાલી રહી છે. ખાસ વાત એ છે કે, વિન્ડિઝના મીડલ ઓર્ડર બેટ્સમેન શિમરોન હેટમાયરે પોતાની બેટિંગથી બન્ને મેચમાં ભારતીય બૉલરોના હોશ ઉડાવી દીધા છે. ગુવાહાટી વનડેમાં શાનદાર સદી ઠોકી તો વિશાખાપટ્ટનમમાં માત્ર 64 બૉલોમાં 94 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, આમાં તેને 7 છગ્ગા ફટકાર્યા.