ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
એક ઈંટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, પ્રતિબંધ લગાવ્યા બાદ તેના પર શું વીતી હતી અને ધરપકડનું કાવતરું રચવામાં આવ્યું હતું. તેમણે આ પણ જણાવ્યું કે, કેરળ હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવવાથી તે ખુશ છે. તેમણે કહ્યું કે, હું ભીખ નથી માંગી રહ્યો, માત્ર બોર્ડ પાસે પોતાની રોજી રોટી પાછી માગું છું.
ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરે 2013માં વર્તમાન મુખ્યમંત્રી અરૂણ જેટલીની આગેવાનાવાળી બીસીસીઆઈની અનુશાસન કમિટીએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યા હતો.
નવી દિલ્લી: આઈપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગના કારણે ક્રિકેટર શ્રીસંત ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા લગાવેલા આજીવન પ્રતિબંધને લઈને ટીમમાં પાછી જગ્યા બનાવવાની લડાઈ લડી રહ્યો છે. શ્રીસંતે બીસીસીઆઈને સ્પષ્ટ કહ્યું છે કે, તે ભીખ નથી માગી રહ્યો માત્ર પોતાની રોજી રોટી માગી રહ્યો છે.
ગત મહિને કેરળ હાઈકોર્ટે આજીવન પ્રતિબંધ હટાવી લીધો છે, પરંતુ બોર્ડે મુખ્ય અદાલતમાં આ મામલો પડકારવાનો નિર્ણય કર્યો છે. શ્રીસંતે આ પણ કહ્યું કે, તે દક્ષિણ અફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સીરીઝમાં રમવા માગે છે. પરંતુ હાલમાં તે સંભવ નજર નથી આવતું.
તેમણે જણાવ્યું કે, મારી સવારે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ક્લબમાંથી બહાર આવ્યા બાદ હું મારા મિત્રના ઘરે જઈ રહ્યો હતો. જ્યાં મને લાગ્યું કે મારી ધરપકડ કરવામાં આવી છે મને લાગ્યું કે મજાક છે. પરંતુ ત્યાંથી મને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો અને સવારે 7 થી 7:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો ત્યાર બાદ મેજિસ્ટ્રેટ હાઉસમાં લઈ જવામાં આવ્યો. હું જામીન માટે અરજી પણ નથી કરી શક્યો. આ એક ષડયંત્રની જેમ લાગી રહ્યું હતું.