ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેનની માતાને લાગ્યો 50 લાખનો ચુનો, જાણો વિગત
ઈડીના અધિકારીના જણાવ્યા મુજબ આ કૌભાંડ આશરે 700 કરોડ રૂપિયાથી વધારેનું હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ રૂપિયા બિટકોઈનની સાથે અન્ય પ્રકારની સ્કીમમાં લગાવ્યા હતા. આ પોન્ઝિ સ્કીમ શેલ કંપનીઓ અને હવાલા કારોબાર સાથે સંકળાયેલી હોઈ શકે છે. શબનમની ફરિયાદ બાદ ઇડીએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કેસ મામલો દાખલ કર્યો છે.
મામલાની તપાસ ઈડી કરી રહી છે. રિપોર્ટ મુજબ શબનમે આ સ્કિમમાં આશરે એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ તેમાંથી અડધી રકમ જ પરત મળી શકી છે. આ સ્કિમ અંતર્ગત 84 ટકા વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જે મુજબ દર મહિને આશરે સાત લાખ રૂપિયા પ્રતિ માસ મળવાના હતા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહની માતા શબનમ સિંહને પોન્ઝી સ્કિમમાં રૂપિયા રોકવાનું મોંઘું પડી ગયું છે. મુંબઈ મિરરમાં છપાયેલા રિપોર્ટ મુજબ શબનમ સિંહે આ સ્કિમમાં આશરે 50 લાખ રૂપિયા ગુમાવી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -