Cristiano Ronaldo's New Club: પૉર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો (Cristiano Ronaldo) હવે સાઉદી આરબની અલ નારસ ફૂટબૉલ ક્લબ (Al Nassr FC)ની જર્સીમાં જોવા મળશે, માન્ચેસ્ટર યૂનાઇટેડની સાથે સફર પુરી કરીને હવે આ દિગ્ગજ ખેલાડીએ શુક્રવારે સાઉદી આરબની આ મોટી ક્લબ સાથે ડીલ ફાઇનલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલ 1700 કરોડ (200 મિલિયન યૂરો) થી વધુની છે.
અલ નાસરે ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોની સાથે ડીલ પાક્કી થયા બાદ શુક્રવારે મોડી રાત્રે એક તસવીર શેર કરી, આ તસવીરમાં પાચં વારના બલૂન ડી' અને વિજેતા ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો પોતાની નવી જર્સીને પકડીને દેખાઇ રહ્યો છે.
ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો 37 વર્ષનો થઇ ચૂક્યો છે. તેને જૂન 2025 સુધી અલ નાસરની સાથે ડીલ કરી છે, એટલે કે 40 વર્ષ થાય ત્યા સુધી તે પ્રૉફેશનલ ફૂટબૉલ રમતો રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, આ તેની કેરિયરની છેલ્લી ડીલ હશે, અસ નાસરે અત્યાર સુધી 9 વાર સાઉદી આરબ લીગ જીતી છે, છેલ્લે આ ક્લબ 2019માં ચેમ્પીયન બન્યુ હતુ.
નવી ક્લબ જૉઇન્ટ કરવા પર શું બોલ્યો ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો ?
અસ નાસર જૉઇન કર્યા બાદ ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોએ કહ્યું કે, એક અલગ દેશમાં એક નવી ફૂટબૉલ લીગમાં રમવા માટે હું ઉત્સાહિત છું, અલ નાસર જે રીતથી ઓપરેટ થઇ રહી છે. તેનુ વિઝન બહુજ પ્રેરિત કરનારુ છે, અને હું પોતાના નવા સાથીઓને જૉઇન કરવા પર એકદમ ખુશ છું, બધા સાથે મળીને અમે ટીમને મોટી સફળતાઓ અપાવી શકીશું.