✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPLની ફાઇનલ જીત્યા બાદ ધોનીએ ફિટનેસને લઇને આપ્યું આ મોટુ નિવેદન, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 May 2018 10:08 AM (IST)
1

નવી દિલ્હીઃ ગઇરાત્રે રમાયેલી આઇપીએલ 11ની ફાઇનલ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને કારમી હાર આપીને ટાઇટલ પોતાના નામે કરી લીધું. ધોનીએ ચેન્નાઇની ટીમને ત્રીજીવાર ચેમ્પિયન બનાવી, આ સાથે જ ધોનીની ફિટનેસને લઇને ઉઠી રહેલા સવાલો પર પણ પૂર્ણવિરામ લાગી ગયું. ધોનીએ આઇપીએલ જીત્યા ફિટનેસ પર મોટુ નિવેદન આપ્યું કહ્યું કે, ઉંમર ના પુછો, ફિટનેસ દેખો, કેમકે ફિટનેસ મહત્વની હોય છે.

2

ધોનીએ કહ્યું કે, ‘જ્યારે તમે ફાઇનલમાં પહોંચો છો તો દરેક વ્યક્ત પોતાની ભૂમિકા જાણે છે. જ્યારે તમે ફિલ્ડમાં હોય ત્યારે તમારે તમારી સમજણ મુજબ કામ કરવાનું હોય છે. અમારા બેટ્સમેન પોતાની શૈલીથી પરિચિત હતા.’

3

‘અમને ખબર હતી કે તેમની ટીમમાં ભુવનેશ્વર કુમાર અને રશિદ ખાન બે સારા બૉલર છે, જે અમારા પર દબાણ બનાવી શકતા હતા. એટલા માટે હું માનુ છુ કે અમારી બેટિંગ બહુ સારી રહી, પણ અમને વિશ્વાસ હતો કે વચ્ચેની ઓવરોમાં અમે સારા રન લઇ શકીએ છીએ.’

4

તેને કહ્યું કે, ‘અમે અમારી નબળાઇઓથી વાકેફ હતા. જો વૉટસન ડાઇવ લગાવવાની કોશિશ કરતો તો તે ઇજાગ્રસ્ત થઇ શકતો હતો, તેથી તેને એવુ ના કરવા માટે કહ્યું, ઉંમર માત્ર નંબર છે, પણ તમારે પુરેપુરા ફિટ હોવું જોઇએ.’

5

ધોનીએ કહ્યું કે, ‘આપણે ઉંમર વિશે વાત કરીએ છીએ, પણ ફિટનેસ વધુ મહત્વની છે. રાયડુ 33 વર્ષનો છે, પણ ઉંમર મહત્વની નથી. જો તમે કોઇપણ કેપ્ટનને પુછશો તો એવો ખેલાડી ઇચ્છશે કે તે ફિટ હોય.’

6

ઉલ્લેખનીય છે કે, ગઇકાલની મેચમાં પહેલી બેટિંગ કરતાં વિલિયમસનની હૈદરાબાદની ટીમે 6 વિકેટના નુકશાને 178 બનાવ્યા, જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ધોનીની ચેન્નાઇની ટીમે 181 રન બનાવીને આઇપીએલ-11ની ટ્રૉફી પોતાના નામે કરી લીધી હતી. આ મેચમાં ચેન્નાઇ તરફથી વૉટસને જબરદસ્ત પરફોર્મન્સ કરતાં આક્રમક 117 રનની ઇનિંગ રમી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPLની ફાઇનલ જીત્યા બાદ ધોનીએ ફિટનેસને લઇને આપ્યું આ મોટુ નિવેદન, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.