IPLમાં ડ્વેન બ્રાવોએ ઉમેશ યાદવને પછાડીને બનાવ્યો આ શરમજનક રેકોર્ડ
હાલની સીઝનમાં બ્રાવોએ 16 મેચમાં 14 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે બોલિંગમાં સરેરાશ 38.07ની રહી છે અને તેની ઈકોનોમી રેટ 9.96 રહી. 16 રનમાં 2 વિકેટ તેની બેસ્ટ બોલિંગ રહી છે. બેટિંગમાં તેણે 141 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLની એક સીઝનમાં સૌથી વધારે રમ આપનાર ખેલાડીઃ 533 રન, ડ્વેન બ્રાવો (2018), 508 રન, ઉમેશ યાદવ (2013), 507 રન, મિશેલ મૈક્લેનઘન (2017), 504 રન, સિદ્ધાર્થ કૌલ (2018), 497 રન, ડ્વેન બ્રાવો (2013), 494 રન, ડ્વેન બ્રાવો (2016)
બ્રાવીએ 11મી સીઝનમાં 321 બોલરમાં 533 રન આપ્યા હતા. રવિવારે ફાઈનલમાં બ્રાવોએ વિકેટ ચોક્કસ લીધી હતી પરંતુ 4 ઓવરમાં તેણે 46 રન આપ્યા હતા. તેની ઇકોનોમી રેટ 11.50ની હતી.
નોંધનીય છે કે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધારે રન આપવાના મામલે બ્રાવો નંબર 1 બની ગયો છે. તેણે ઉમેશ યાદવને પછાડીને આ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝન ચેન્નઈ સુપરકિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો માટે સારી નથી રહી. 34 વર્ષનો આ કેરેબિયન ખેલાડી ન તો બેટિંગ અને ન તો બોલિંગથી કંઈ ખાસ કરી શક્યો. બે વર્ષ બાદ આઈપીએલમાં પરત ફરેલ ચેન્નઈ સુપરકિંગ્સે બ્રાવોને 6.4 કરોડ રૂપિયામાં રાઈટ ટૂ મેચ કાર્ડ દ્વારા ખરીદ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -