ચાલુ મેચમાં ધોનીને પગે લાગ્યો યુવક, બાદમાં ધોનીએ જે કર્યું તેનાથી થઇ જશો ખુશ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકતા સામેની મેચ દરમિયાન ધોની સુપરકિગ્સના ડગઆઉટ પાસે ઉભો હતો. આ દરમિયાન એક યુવક ત્યાં આવ્યો હતો અને તેને પગે લાગ્યો હતો. બાદમાં ધોનીએ તેના માથામાં હાથ ફેરવ્યો હતો અને તેને આશિર્વાદ આપ્યા હતા. ચેન્નઇ સુપરકિંગ્સના કોચ હસી આ ઘટનાથી ડરી ગયા હતા જોકે, કેટલાક ખેલાડીઓ આ ઘટના પર હસવા લાગ્યા હતા.
કોલકત્તાઃ ગઇકાલે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી કોલકત્તા નાઇટરાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચમાં ધોની પ્રત્યે તેના ફેન્સની દિવાનગી જોવા મળી હતી. અહીં મેચ દરમિયાન એક યુવક ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડીઓ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયો હતો અને ધોનીને પગે લાગ્યો હતો. ધોનીએ પણ પોતાના ફેન્સને નિરાશ કર્યો નહોતો અને તેની પીઠ થપથપાવી આશિર્વાદ આપ્યા હતા.
આમ અચાનક એક યુવક ખેલાડીઓન આટલી નજીક પહોંચી જતા સિક્યોરિટી ગાર્ડ્સ પણ ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને ખેંચીને લઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -