નવી દિલ્હીઃ રાજકીય રીતે અને બીજા કેટલાક પાસાઓમાં દુનિયામાં ભારત અને પાકિસ્તાન એકબીજાના કટ્ટર દુશ્મન ગણાય છે. આ હવે ક્રિકેટની દુનિયામાં પણ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સંબંધો રહ્યાં નથી, કોઇ દ્વીપક્ષીય સીરીઝ રમાઇ નથી માત્રને માત્ર આઇસીસી ઇવેન્ટમાં જ બન્ને દેશો એકબીજા સામે ટકરાતા જોવા મળે છે. રિપોર્ટ છે કે હવે પાકિસ્તાન વધુ હલકટાઇ પર ઉતરી આવ્યુ છે અને પાકિસ્તાનના કબજા વાળા પીઓક એટલે પાકિસ્તાન ઓક્યૂપાય કાશ્મીરમાં કાશ્મીર પ્રીમિયર લીગ નામની ક્રિકેટ લીગ શરૂ કરવા જઇ રહ્યુ છે.
કાશ્મીર પ્રીમિયર લીગ એ ટી20 ટૂર્નામેન્ટ છે અને અહીં રમાશે જેથી બન્ને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) આ માટે કેટલાક વિદેશી ખેલાડીઓને પણ સાઇન કન્ટ્રાક્ટ કર્યા છે. આ લીગની શરૂઆત આગામી 6 ઓગસ્ટથી થઇ રહી છે, અને સ્ટાર દક્ષિણ આફ્રિકન ક્રિકેટર હર્ષલ ગિબ્સ ઓવરસીઝ વૉરિયર્સ ટીમનો ભાગ છે.
આ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઇ રહી છે. આમાં પાકિસ્તાનના હાલના અને પૂર્વ ખેલાડીઓ કેપ્ટન તરીકે ભાગ લઇ રહ્યાં છે. આ ટીમોના કેપ્ટન તરીકે શાહિદ આફ્રિદી, મોહમ્મદ હાફિઝ, શોએબ મલિક, ફકર જમાન, શદાબ ખાન અને ઇમદ વસીમ સામલે છે. આ ક્રિકેટ લીગને લઇને પૂર્વ આફ્રિકન સ્ટાર હાર્ષલ ગીબ્સે ભારતીય ક્રિકેટ બોર્ડને આડેહાથે લઇને ગુસ્સો ઠાલવ્યો છે. ગીબ્સે બીસીસીઆઇ પર રાજકીય એજન્ડા અંતર્ગત ખેલાડીઓ અને કાશ્મીર પ્રીમયર લીગને લઇને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
કુલ 6 ટીમો રમશે-
ઓવરસીસ વૉરિયર્સ- કેપ્ટન, ઇમાદ વસીમ
મુઝ્ઝફર્રાબાદ ટાઇગર્સ- કેપ્ટન, મોહમ્મદ હાફિઝ
રાવલકૉટ હૉવ્કસ- કેપ્ટન, શાહિદ આફ્રિદી
બાગ સ્ટેલિયૉન્સ- કેપ્ટન, શદાબ ખાન
મીરપુર રૉયલ્સ- કેપ્ટન, શોએબ મલિક
કોટલી લાયન્સ- કેપ્ટન, કામરાન અકમલ