નવી દિલ્હીઃ લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે પ્રથમ વખત ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ફાઈનલ જીત્યા બાદ લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડના ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. તમામ ક્રિકેટરો ટ્રોફી સાથે તસવીરો પડાવતા હતા પરંતુ ઈંગ્લેન્ડ ટીમના બે ખેલાડી સેલિબ્રેશન અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા.




ઈંગ્લેન્ડ ટીમ જશ્ન મનાવતી હતી ત્યારે જોની બેયરસ્ટોએ શેમ્પેન ઉડાવવાનું શરૂ કરતાં જ સ્પિનર આદિલ રાશિદ અને ઓલ રાઉન્ડર મોઈન અલી ત્યાંથી દૂર જતા રહ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા પણ કરી રહ્યા છે. કારણકે રાશિદ અને મોઈન બંને મુસ્લિમ છે અને ઈસ્લામ ધર્મમાં શરાબ અને આલ્કોહોલ વર્જિત માનવામાં આવ્યા છે. તેથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેને સાચા મુસલમાન ગણાવી રહ્યા છે.



આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં મળેલી જીત બાદ પણ આ બંને ખેલાડી તેમની ધાર્મિક માન્યતાના કારણે જશ્નમાં સામેલ થયા નહોતા.  ક્રિકેટમાં એવા પણ ખેલાડી છે જે શરાબની જાહેરાતથી ખુદને દુર રાખે છે. તેમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ આમલાનું નામ પણ છે. તે તેના ટી શર્ટ પર શરાબ કંપનીની વિજ્ઞાપન પણ નથી લગાવતો. આ કારણે તેને ઓછી મેચ ફી મળે છે.

ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો

GPSCના ક્લાસ-1 અને 2ની કેટલી જગ્યા માટે યોજાશે પરીક્ષા, જાણો અરજી કરવાની કઈ છે અંતિમ તારીખ