અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ ધોનીની કારકિર્દીને લઈને તેની સાથે વાત કરવાના છે. બીસીસીઆના સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “પંત જેવા ખેલાડી હવે પોતાના ચાન્સની આશા રાખી રહ્યા છે. ધોની હવે પહેલા જેવી બેટિંગ નથી કરી શકતા અને તેની ધીમી બેટિંગની અસર ટીમના પરફોર્મન્સ પર પડી રહી છે.”
કહેવાય છે કે, ધોની હવે આગામી વર્ષે રમાનાર ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્લાન્સમાં નથી. અહેવાલમાં આગળ કહ્યું છે કે, “ધોની પહેલા જ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ શકે છે.” જોકે ધોનીએ પોતાની નિવૃત્તીને લઈને કોઈ વાત નથી કરી. સૂત્રોએ કહ્યું, “હવે ધોનીએ પોતાની નિવૃત્તીને લઈને નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.”