વનડેના આ ધૂંઆધાર બેટ્સમેનનો કરડ્યૂ કુતરુ, એક અઠવાડિયા સુધી નહીં રમી શકે કોઇ મેચ, જાણો વિગત
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ડાબોડી બેટ્સમેન ડાર્સી શોર્ટ વનડે કપમાં ન્યૂ સાઉથ વેલ્સ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતો નહીં જોવા મળે. ડાર્સી શોર્ટને તેના પાળેલા કુતરાએ ડાબા હાથમાં બચકુ ભરી લીધું છે. આ ઘટના બે અઠવાડિયા જુની છે. કુતરાના કરડવાથીત ડાર્સી શોર્ટની હથેળી-પંજાના ભાગે ઘા થયો અને ડાર્સીને તેના કારણે ટાંકા લગાવવાનો વારો આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાર્સી ઉપરાંત વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના માર્ક્સ સ્ટૉઇનિસ અને મેટ કેલી પણ ઇજાના કારણે વનડે કપની પહેલી મેચમાં ના રમી શક્યા. આ ત્રણેયની જગ્યાએ ટીમમાં સિમોન મેક્કિન, વિલ બોસિસ્ટો અને સેમ વ્હાઇટમેનને સામેલ કરવામાં આવ્યા છે.
ક્રિકેટ ડૉટ કૉમ ડૉટ એયુએ વાકા સ્પોર્ટ્સ સાયન્સ સ્પોર્ટ્સ મેડિસીનના મેનેજર નિક જોન્સના હવાલાથી લખ્યુ છે કે, ડાર્સીને તેના પાલતુ કુતરાએ બચકુ ભરી લીધુ હતુ, તેના કારણે તેના ડાબા હાથમાં ઉંડો ઘા પડી ગયો છે. તેને કેટલાક ટાંકા પણ આવ્યા છે, તે એક અઠવાડિયા પછી વાપસી કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -