નવી દિલ્હીઃ ધોનીની વિકેટકીપિંગથી દેશ જ નહીં પણ વિદેશા ખેલાડીઓ પણ કાયલ છે. 23 વર્ષની ઉંમરથી કીપિંગ કરી રહેલો ધોની આજે 37 વર્ષનો થયો છતાં સ્ટમ્પની પાછળની સ્ફૂર્તિથી જરાય ઘટી નથી.



તાજેતરમાં જ સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં વિકેટકીપર ક્વિંટન ડી કૉકને મેદાન પરથી બહાર જવું પડ્યુ, તેની જગ્યાએ મિલર કીપિંગ કરવા આવ્યો હતો. ત્યારે તાહિરની બૉલિંગમાં મિલરની કીપિંગ જોઇને કેપ્ટન ડૂ પ્લેસિસ તેની પ્રસંશા કરી, અને તેને એમએસડી કહી દીધુ.