વૉર્નર પાસે સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવા બાબતે સચિન સૌથી આગળ છે. તેણે 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા પાસે આ ટૂર્નામેન્ટમાં 2 લીગ મેચો બાકી છે અને સેમી ફાઈનલમાં પણ સ્થાન બનાવશે તે લગભગ નિશ્ચિત છે. આમ વૉર્નરનું ફોર્મ જોતા લાગી રહ્યું છે કે તે સચિનનો રેકોર્ડ વટાવી શકે છે.
આ વર્લ્ડ કપમાં વૉર્નર ઉપરાંત ટીમના કેપ્ટન એરોન ફિન્ચ, બાંગ્લાદેશના શાકિબ અલગ હસન, ભારતના રોહિત શર્મા, ન્યૂઝીલેન્ડના કેપ્ટન રોહિત શર્મા કેન વિલિયમ્સન અને ઈંગ્લેન્ડના જો રૂટે બે-બે સેન્ચુરી લગાવી છે.