નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ ડેવિડ વોર્નરે શાનદાર સેન્ચુરી ફટકારી. ડેવિડ વોર્નર આઉટ થતા પહેલા 166 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટના ઈતિહાસમાં ડેવિડ વોર્નરની આ છઠ્ઠી વખત 150થી વધારે રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જ્યારે ડેવિડ વોર્નરને બાંગ્લાદેશ વિરૂદ્ધ 151માં રન બનાવતા જ ઈતિહાસ રચી દીધો.

તે અલગ-અલગ દેશો સામે 150થી વધારે રનનો વ્યક્તિગત સ્કોર કરનાર પહેલો ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશ સામેના મેચમાં  વૉર્નરે 147 બૉલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 166 રન બનાવ્યા હતા. તે આઈસીસી વન ડે વર્લ્ડ કપમાં બે વાર 150થી વધારેનો સ્કોર બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે.



જણાવી દઇએ કે વૉર્નરે પાકિસ્તાનની સામે 179, અફઘાનિસ્તાનની સામે 178, દક્ષિણ આફ્રિકા સામે 173, બાંગ્લાદેશ સામે 166, શ્રીલંકા સામે 163 અને ન્યૂઝીલેન્ડની સામે 156 રન બનાવ્યા છે. 150થી વધારેનો સ્કોર બનાવવાનાં મામલે ડેવિડ વૉર્નરે ક્રિકેટનાં ‘ભગવાન’ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. તેંડુલકરની સાથે ક્રિસ ગેલ પણ છે જેણે 5 વાર 150થી વધારેનો સ્કોર બનાવ્યો છે. જો કે આ મામલે ભારતીય ટીમનો ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા પહેલા નંબરે છે, જેણે 7 વાર 150થી વધારેનો સ્કોર બનાવ્યો છે.



વનડે ક્રિકેટમાં 150+ રનનો વ્યક્તિગત સ્કોરઃ 7 વખત - રોહિત શર્મા, 6 વખત - ડેવિડ વોર્નર, 5 વખત - સચિન તેંડુલકર, 5 વખત - ક્રિસ ગેલ, 4 વખત - હાશિમ અમલા, 4 વખત - સનથ જયસૂર્યા, 4 વખત - વિરાટ કોહલી